ત્યારે અત્યન્ત આદરપુર્વક સરદાર પટેલને “સરદારસાહેબ' તરીકે યાદ કરતા. માનશો? તેઓ એક પ્રસંગે સરદારની સામે થયેલા. અમદાવાદ શહેરનો વીકાસ થયો ત્યારે ગટરનાં પાણીનો નીકાલ કરવા માટે ગ્યાસપુર ગામનો કબજો લઈને અમદાવાદ મ્યુનીસીપાલીટીએ ગામલોકોને ગામ ખાલી કરવાના હુકમની તૈયારી કરી. નરહરી પરીખે આ વાત મહારાજને કરી. સરદાર વિઠ્ઠલ કન્યાવીદ્યાલયમાં નડીયાદ આવ્યા ત્યારે મહારાજ એમને મળ્યા. સરદારે કહી દીધું : “તમે એમાં નહીં સમજો. તમે આમાં પડશો નહીં અને લોકોને ચડાવશો નહીં.' મહારાજ તો સડક થઈ ગયા! થોડી વાર ચુપ રહીને માત્ર એટલું જ બોલ્યા : “તો ત્યાં જમીન લેવા આવજો. હું ત્યાં મળીશ.' સરદાર મહારાજનો મીજાજ પારખી ગયા અને ગ્યાસપુર બચી ગયું !

બીજો પ્રસંગ પુજ્ય મહારાજ મોરારજીભાઈની સામે થયા તેનો છે. 1949-50ના અરસામાં મહારાજ, ઉમાશંકર જોશી અને યશવન્ત શુક્લ ચીન ગયા હતા. ત્યાંની સામ્યવાદી


99 of 147

લેખકને રૉયલ્ટી અંગે ડંફાસ મારવાનું મન થાય છે; રાજકારણીને પોતા વટની વાતો કરવાનું મન થાય છે; લશ્કરી ઓફીસરને પોતાની કેરીયરમાં કઈ કઈ ધાડ મારેલી તેની વાતો સાંભળનારનો કેડો ન છોડવાની વૃત્તી થાય છે. વાતો કરનારને બદલે વાતો સાંભળનાર ગમવા માંડે, ત્યારે જાણવું કે સાઠ વર્ષ વીતી ગયાં.

સાઠ વટાવ્યા પછી બીનસલામતીનો અનુભવ પણ ઘણા લોકોને થાય છે. મૃત્યુ નજીક આવતું જણાય છે. રોગની શક્યતા ડોકીયું કરતી રહે છે. વીધુર કે વીધવા થવાની નોબત પણ રોકડી જણાય છે. પરાવલમ્બન વધતું


99 of 244