લખ્યું હતું : “બારડોલીના આશ્રમમાંથી શ્રી.....ભાઈ પુજ્ય મહારાજ પાસે આવો પ્રસતાવ લઈને આવ્યા હતા ત્યારે હું ત્યાં હાજર હતો.' મને આવી બાબતમાં મહારાજ કરતાંયે હર્ષકાન્તભાઈ વધારે શ્રદ્ધેય જણાયા. ત્યાં જ વાત પુરી થઈ. વર્ષો પછી મેં મારાં બાળકોને રાંદેરમાં કોઈ લગ્નપ્રસંગે એ સ્ત્રી બતાવી અને કહ્યું : “યોર વુડ હેવ બીન મધર.' તે દીવસે બાળકોએ મારી મશ્કરી ધરાઈને કરી. એ સ્ત્રી પણ માતા બની ચુકી હતી. મને એક મહાન આપત્તીમાંથી બચાવી લેવા બદલ આજે પણ હું હર્ષકાન્ત વોરાનો આભારી છું. હર્ષકાન્તભાઈ મુમ્બઈની સેંટ ઝેવીયર્સ કૉલેજમાંથી ભણીને એમ. એસસી. થયા હતા અને મેથેમેટીક્સ સાથે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા બાદ ઠક્કરબાપા પાસે પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ જુગતરામ દવે પાસે વેડછી ગયેલા. હું તો બચી ગયો રે બચી ગયો ! આગળ વાત કરી તે ફરીથી કરું? આવો નીખાલસ નાગર મેં જીવનમાં કદી જોયો કે જાણ્યો નથી. પુજ્ય મહારાજ વાત કરે


98 of 147

કે પછી માનસીકતા બદલાતી હશે ? કેટલાક ફેરફારો અવશ્ય અનુભવવા મળે છે. જે ફેરફારો થાય તે માણસે માણસે જુદા હોવાના. એક લક્ષણ ખાસ ઉપસી આવતું જોવા મળે છે. સાઠ પછી આત્મશ્લાઘા પ્રત્યેનું આકર્ષણ ખુબ જ વધી જતું જણાય છે. જુની જાહોજલાલી આથમી ગઈ હોય છે. ઓફીસ છુટી ગઈ હોય છે. નીવૃત્તી પછીનો ખાલીપો વીકરાળ બની જતો જણાય છે. ગાત્રો થોડાંક શીથીલ બનતાં જણાય છે. વગર કારણે મનમાં થોડું ઓછું આવી જાય છે. જે કોઈ કમી જણાય છે તે આપવખાણ દ્વારા પુરી કરવાનો લોભ થઈ જાય છે.


98 of 244