લાગતી. મહારાજ કદી બપોરે આરામ કરતા નહીં અને રેંટીયો કાંતવા બેસી જતા. મેં એમને કાંતતી વખતે ઝોકું ખાઈ જતા પણ જોયા હતા. મને એમણે શા માટે બોલાવ્યો હશે? કાંતવાનું બંધ રાખીને મને પાસે બેસાડીને મહારાજે કહ્યું : “ગુણવન્ત, તારા વીવાહ માટે મારી પાસે એક વાત આવી છે. બારડોલી સ્વરાજ આશ્રમના ફલાણાભાઈની દીકરી માટે.' હું આવા પ્રસ્તાવ માટે માનસીક રીતે બીલકુલ તૈયાર ન હતો. કદાચ પરણવા માટે જ હું તૈયાર ન હતો ! મહારાજે વાત કહી ખરી; પરન્તુ એમાં આગ્રહ ગેરહાજર હતો. મેં માત્ર એટલું જ કહ્યું : હું વીચારીશ.' હર્ષકાન્તભાઈ મારી રાહ જોતા બેઠા હતા. મેં એમને વાત કરી ત્યારે એમણે એટલું જ કહ્યું : “હું આશ્રમમાં રહું છું; છતાં કહું છું કે આશ્રમવાળાની છોકરી લેવામાં બહુ માલ નહીં.' ( પાદનોંધ : આ લખાણ 'દીવ્ય ભાસ્કર'(તા. 15-2-2015)માં પ્રગટ થયું પછી મીત્ર મ. જો. પટેલનો પત્ર મળ્યો. પોસ્ટ કાર્ડમાં
એની ગેરહાજરીમાં એક વાક્ય ઓરડાના અવકાશમાં ફંગોળાય છેઃ “સાઠે બુદ્ધી નાઠી.' આ કહેવત જરુર કોઈ સાઠ વર્ષથી નાની ઉમ્મરના માણસે પાડી હોવી જોઈએ. આટલી સાચી કહેવત વહેતી મુકવાનું સાઠની ઉમ્મર વટાવી ગયેલા આદમી માટે શક્ય જ નથી. આટલી આકરી કહેવતમાં કંઈ તથ્ય ખરું ? સાઠ વર્ષ પુરાં થયાં પછી સ્વાનુભવે કહેવા ઈચ્છું છું કે આ કહેવતમાં ખાસ્સું તથ્ય રહેલું છે. આવું કહેવામાં કોઈ નમ્રતા-બમ્રતા નથી; કેવળ હકીકતનું બયાન છે.
થોડીક કબુલાતો કરવા જેવી છે. સાઠ વટાવનારા આદમીની બાયો-કૅમીસ્ટ્રી