ન આવ્યા. એ તક ગઈ તે ગઈ ! હું કદી સ્વામી આનંદનાં દર્શન ન કરી શક્યો. બીજા સંત કેદારનાથજી તો કીશોરલાલ મશરુવાળાના ગુરુ હતા. કેદારનાથજી બે વાર રાંદેર આવેલા અને એક વાર અમારે ઘરે રહેલા. તેઓ વ્યવહારશુદ્ધી આંદોલન ચલાવતા હતા. એમનું પુસ્તક “વીવેક અને સાધના' વાંચીએ તો ખ્યાલ આવે કે બાહ્યાચાર વીનાનું પરીશુદ્ધ અધ્યાત્મ કેવું હોય.
એક અંગત વાત સંકોચપુર્વક લખી રહ્યો છું. અમારી પદયાત્રા વલસાડ પાસે અતુલની નજીક કોઈ ગામમાં પહોંચી. ભોજન પછી હું હર્ષકાન્ત વોરા સાથે બેઠો હતો ત્યાં કોઈએ આવીને કહ્યું : “ગુણવન્તભાઈ, પુજ્ય મહારાજ તમને બોલાવે છે.' આશ્ચર્ય થયું; કારણ કે મહારાજ માંડ 25-30 મીટર છેટે કોઈ ઓરડામાં બેસીને રેંટીયો કાંતી રહ્યા હતા. બપોરના ભોજન પછી અમે પદયાત્રીઓ આરામ કરતા અને અમને તરત જ ઉંઘ આવી જતી. મળસકે ઉઠીને દસ-પંદર કીલોમીટર ચાલવાનું થતું તેથી બપોરની ઉંઘ વહાલી
ઈંદીરા ગાંધીનાં અવતરણો પણ છે. મારા ગામ રાંદેરના દોડવીર ઝીણાભાઈ નાવીકનું એક વીધાન આવા આંતરરાષ્ટ્રીય સ્તરના પુસ્તકમાં વાંચવા મળ્યું. અમારા ઝીણાકાકાનું વીધાન આ પ્રમાણે છે:
“તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ;
તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.'
* સાઠે બુદ્ધી નાઠી *
કોઈ પણ જાતના પ્રયત્ન વગર પણ વૃદ્ધી પામે તે ઉમ્મર. ઘણાખરા માણસોના જીવનમાં ઉમ્મર સીવાય બીજું કશુંય વૃદ્ધી પામતું નથી. મોટી ઉમ્મરનો આંકડો અળખામણો લાગે છે, સાઠ વર્ષની ઉમ્મરનો કોઈ માણસ કોઈ બફાટ કરે ત્યારે ઘણુંખરું