અચ્છા ફોટોગ્રાફર પણ હતા. અમારી પદયાત્રા કીમ પાસેના પીપોદરા ગામેથી નીકળી ત્યારે એમણે અમારા ફોટા લીધા હતા. એક યાદગાર ફોટો આજે પણ વેડછી આશ્રમમાં પુજ્ય જુગતરામભાઈના સ્મારકતીર્થમાં જોવા મળે છે. બરાબર યાદ છે, આગલી રાતે જુગતરામકાકા બીજા દીવસે સવારે નાસ્તો મળે તેની ચોકસાઈ કરી લેતા અને અંગ્રેજી છાપું અચુક વાંચી લેતા. મહારાજ મળસ્કે ચારેક વાગ્યે જાગી જતા; પરન્તુ પથારીમાં બેસીને ફાનસને અજવાળે ગીતાપાઠ કાયમ કરતા. તેમને ગીતા લગભગ કંઠસ્થ હતી; પરન્તુ તપખીરની દાબડી જેવી ગુટકોગીતા તેઓ હાથમાં રાખતા. જરુર પડે તો ક્યાંક શ્લોક જોઈ લેતા અને આગળ વાંચતા. ગીતા પ્રમાણે જીવી જનારા લોકસેવકો કેટલા? ત્રણ નામો લેવાં રહ્યાં : મહારાજ, જુગતરામભાઈ, અને બબલભાઈ. ગાંધીયુગ સાથે સેવાયુગ ચાલતો રહ્યો. કુડસદ પાસે પદયાત્રા પહોંચી ત્યારે સમાચાર મળ્યા કે સ્વામી આનંદ મહારાજને મળવા આવી રહ્યા છે. કોઈ કારણસર સ્વામી


95 of 147

જ એક પ્રકાર છે. મંથરાનું મન મેલું હતું તેથી એને કુબ્જા કહી છે. કુબ્જા રામાયણમાં પણ મળે અને મહાભારતમાં પણ મળે. મહાભારતની કુબ્જા કૃષ્ણને શરણે ગઈ તેથી ધન્ય થઈ. એ કંસની દાસી હતી; પણ એનું મુખ કૃષ્ણ ભણી હતું. કૈકેૈયીની દાસી અને કંસની દાસી વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે. આપણે કોને અનુસરવું તે આપણા હાથમાં છે.

: પાઘડીનો વળ છેડે :

મારા હાથમાં અત્યારે જોનાથન ગ્રીન દ્વારા સંપાદીત સુંદર સુવાકયોનું પુસ્તક “ધ પેન ડીક્શનરી ઓફ કૉન્ટેમ્પરરી કવોટેશન્સ' છે. એમાં મહાત્મા ગાંધી, નેહરુ અને


95 of 244