યજમાને આપેલું ટીનોપલની સફેદીમાં શોભતું ધોતીયું પહેર્યું. એમનાં વસ્ત્રો તાજી વણાયેલી ખાદી જેવાં પીળાશની દીક્ષા પામેલાં જ જોવા મળતાં; તેથી ઉછીના લીધેલા પહેરણની અતીસફેદાઈને કારણે તેઓ જુદા જુદા લાગ્યા ! એમનાં ઉજળાં કામોથી આખું ગુજરાત પરીચીત ખરું; પરન્તુ અત્યંત ઉજળાં કપડાંમાં એમને કોઈએ ક્યારેય જોયા નહીં હોય. હજી મને યાદ છે કે મોતા ગામમાં સોનીઓની વસતી ખાસી હતી.

બારડોલીથી પાચસાત કીલોમીટર છેટે બારસડી નામે ગામ છે. અમારી પદયાત્રા ત્યાં પહોંચી કે તરત સમાચાર મળ્યા કે ગાંધીજીના અન્તેવાસી શ્રી નરહરી પરીખની સ્થીતી અત્યંત ગમ્ભીર છે. અમને સૌને લેવા માટે એક ટ્રક પણ તૈયાર રાખી હતી. મહારાજે તો બારડોલી ચાલતા જવાનો આગ્રહ રાખ્યો. નરહરીભાઈ તો જીવંત હોવા છતાં ઈન્દ્રીયાતીત બની ચુક્યાહતા. તે જ દીવસે નરહરીભાઈનો છેલ્લો શ્વાસ મહારાજની હાજરીમાં તુટયો; પરન્તુ મહારાજની પદયાત્રા અતુટ રહી ! નરહરીભાઈના સુપુત્ર મોહન પરીખ


94 of 147

કોઈ પાપ નથી. પાપ તેને કહેવાય જે જીવન ખોરવી નાખે. મનમાં હોય તે કહી દેવામાં થોડુંક નુકસાન થાય છે. મેલું મન શરીરમાં મેલ દાખલ કરે તેને રોગ કહે છે.

થોડાક સમય પર હું અકથ્ય મનોયાતનામાંથી પસાર થયો. પહેલી અસર મારી ચામડી પર પડી. બીજી અસર વાળ પર પડી, ત્રીજી અસર પાચનક્રીયા પર પડી અને ચોથી અસર મારી ઉંઘ પર પડી. ખલેલમુક્ત મન વગર ખલેલમુક્ત શરીર શકય જ નથી. દીનચર્યા આપણી સ્વપ્નચર્યા(ઉંઘ)ની ગુણવત્તા નકકી કરતી હોય છે. આત્મવંચના પણ આત્મહત્યાનો


94 of 244