અને હું ખડે પગે એ વડીલોની સેવામાં હાજર રહેતા. પદયાત્રા ઓર(લ)પાડ, ચોર્યાસી, કીમ, બારડોલી, વ્યારા, સોનગઢ, વલસાડ અને પારડી પંથકમાં થયેલી. પદયાત્રાની સાથોસાથ વીચારયાત્રા પણ ચાલતી રહેતી. પુજ્ય મહારાજ રાંદેરમાં મારે ઘરે જ રહેલા, ત્યારે મેં મારી રેલે સાઈકલ એમને ભેટ આપી હતી. પદયાત્રામાં અમારા બધા જ થેલા એ સાઈકલ પર ભેરવાઈ જતા. મહારાજે એ સાઈકલનું નામ પાડ્યું : “યાંત્રીક ગધેડો” બારડોલી તાલુકામાં પદયાત્રા દરમીયાન ભારે વરસાદ તુટી પડ્યો. આકાશ અને પૃથ્વીને ભેગા કરવા મથતી આક્રમક હેલી સામે છત્રી ક્યાં સુધી ટકે ? કેટલાંક ગામોમાં ઘુંટણભેર પાણીમાં પ્રવેશવું પડતું. યજમાનને ત્યાં પહોંચ્યા પછી પહેલું કામ પગ પર જામેલો કાદવ કાઢવાનું રહેતું. મોતા ગામે પહોંચ્યા ત્યારે સરદાર પટેલ સાથે બારડોલી સત્યાગ્રહમાં કામ કરનારા ઉત્તમચંદ શાહ પણ હતા. ખાદીની થેલીમાં મુકેલાં કપડાં કોરાં શી રીતે રહી શકે ? નછુટકે મહારાજે
મોટું દબાણ વેઠે છે. એ દબાણ શરીરને અસર કરે છે. એનું મજ્જાતંત્ર (નર્વસ સીસ્ટમ) બળવો પોકારે છે. આપણા પર કોઈ ભરોસો મુકીને બેઠું હોય અને આપણે શરમ નેવે મુકીને વર્તીએ ત્યારે આપણું સમગ્ર વ્યક્તીત્વ હચમચી ઉઠે છે. આવું બને ત્યારે શરીર લથડે છે. તન, મન અને માંહ્મલા વચ્ચેનો સુમેળ હોય ત્યારે રોગનું સ્વમાન હણાય છે; એ આપણને છોડીને ચાલી નીકળે છે, અથવા આવવાનું ટાળે છે. શરીરના વ્યાપારો સ્થુળ હોય છે, મનના વ્યાપારો સુક્ષ્મ હોય છે અને માંહ્યલાનું શાસન તો અતીસુક્ષ્મ હોય છે. દગાબાજીથી મોટું