ઓડીટ રીપૉર્ટમાં પ્રતીકુળ ગણાય એવી એક પણ રીમાર્ક ઝટ જડતી નથી. ઈશાવાશ્ય ઉપનીષદમાં પ્રબોધ્યા પ્રમાણે “કર્મ કરતાં રહીને પુરાં સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવાનો અધીકાર' બાએ પુરા પંચ્યાશી વર્ષ સુધી ભોગવ્યો. સ્વર્ગ જેવી કોઈ ખાસ જગ્યા હોય એવું હું માનતો નથી; પરંતુ એવી કોઈ જગ્યા હોય તો એક વાત નક્કી. બા ત્યાં પણ એક પુસ્તકાલય શરુ કર્યા વગર નહીં રહે.
ઈશ્વર એક જ છે, એ શ્રદ્ધાનો વીષય હોઈ શકે; પરંતુ માણસની માતા એક જ હોય એ હકીકત છે. કદાચ માતા દ્વારા ઈશ્વરની શ્રદ્ધા પ્રગટ થતી રહે છે. જગતનાં બધાં તીર્થો માતાના ખોળામાં વીરામ પામે છે. વર્ષો વીતે છે તેમ હું મુરબ્બી બનતો જાઉં છું. મને આશીર્વાદ આપનારા વડીલોની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. મને વહાલથી “ગુણુ' કહીને બોલાવનારું હવે કોઈ જ નથી.
લેખકની સ્મરણાત્મકથા 'બિલ્લો ટિલ્લો ટચ (પ્રકાશક : આર. આર, શેઠ, મુમ્બઈ-૪૦૦ ૦૦૨, પ્રથમ આવૃત્તી : ૧૯૯૭,
મેલની શરીરમાં ટ્રાન્સફર થાય ત્યારે લોકો રોગી શરીરને જુએ છે; મનને સમજવાનું ચુકી જાય છે. ક્રીકેટનો સ્કોર ગણનારો કે ફુટબોલની રમતના ગોલ ગણનારો કદી પોતાની જાતને પુછતો નથી કે હું આજે કેટલીવાર ખાલી ખાલી જુઠું બોલ્યો ? પ્રત્યેક નાનું જુઠ માણસની ભીતરમાં એક પ્રકારનો માઈક્રો-લય તોડે છે. હરામની કમાણી કરનાર પણ અંદરથી બધું સમજે છે. માંહ્યલો એને અનુમતી આપતો નથી. ફેન્ચ વીચારક એલેક્સી ડૅરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: “ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ