સફળ ઓપરેશન પછી એ ફરીથી બધું વાંચતી થઈ. છેલ્લા દીવસ સુધી બાનું વાંચવાનું ન છુટ્યું. એના ખાટલા પર ઓશીકે મારું પુસ્તક “કૃષ્ણનું જીવનસંગીત' કાયમ રાખતી અને વાંચતી. એક દીવસ હું એના ઓરડામાં ગયો ત્યારે મને એણે ભારે વીચીત્ર વાત કરી. “ગુણુ! હું સવારથી આપણા સંતોનું સ્મરણ કરતી હતી તે મને થીયું કે તું પણ મારો સંત જ ગણાય ને!' હું તો વાત સાંભળીને છક થઈ ગયો. મેં કહ્યું : “બા! તારું મગજ ઠેકાણે તો છે ને? હું તો તારો દીકરો, સંતબંત થવાનું મને ન પાલવે.' બા મૌન રહી.
લાંબી માંદગી દર્દીની અને સારવાર કરનારાઓની કસોટી કરનારી હોય છે. અવંતીકાએ મન દઈને બાની સેવા કરી અને મળસફાઈ પણ કરી. બાએ અમને સૌને ભેગાં કરીને કહ્યું : “અવંતીકાએ મારી ખુબ જ સેવા કરી છે.' અવંતીકા તે દીવસે ખુબ રડેલી. માંદગીની પીડા વખતે મૃત્યુશૈય્યા પર પડેલા માણસના જીવનનું ઓડીટ પ્રગટ થતું હોય છે. બાના
રાખે છે. માણસો નથી રાખતા. ઉંઘ અને રોગમુકતી વચ્ચે કલ્પી ન શકાય તેવો અનુબંધ છે. થાકવૈભવ વગર ઉંઘવૈભવ ન મળે અને ઉંઘવૈભવ વગર તાજગીવૈભવ ન મળે. વાસી ચહેરો લઈને ફરવામાં જીવનનું અપમાન થાય છે.
રોગનાં મુળીયાં મનના પ્રદેશમાં રહેલાં જણાય છે. હરામની કમાણી રોગની આમંત્રણપત્રીકા બની રહે છે, - એવું કોણ માનશે ? નાની મોટી છેતરપીંડી કરનાર માણસ રોગની શક્યતા વધારે છે, એવું કોણ માનશે ? નીખાલસ મનના માણસનું મન નીરોગી હોવાની સંભાવના (પ્રોબેબીલીટી) વધે છે. મનના