જાય છે. સારી વાત છે.
એ જમાનો હતો, જ્યારે સુશીક્ષીત ગુજરાતી સ્ત્રીઓના ભાવજગતમાં ગોવર્ધનરામ ત્રીપાઠીની નવલકથા “સરસ્વતીચન્દ્ર'ની નાયીકા કુમુદસુન્દરીના પ્રેમ અને ત્યાગ માટેનો અહોભાવ હૃદયસ્થ હતો. એ જ રીતે જાજરમાન સ્ત્રીત્વના ગૌરવથી ઓપતી ક. મા. મુનશીની અમર નાયીકા મંજરી પણ પ્રભાવ પાથરનારી હતી. ર. વ. દેસાઈની “ગ્રામલક્ષ્મી'માં આદર્શવાદી નાયીકા કુસુમ પોતે હોય એવા વહેમમાં રાચનારી ભણેલી ગુજરાતણો પણ થોડીક હતી. મેઘાણીની નવલકથા “વેવીશાળ'ની નાયીકા સુશીલા હતી; પરન્તુ જાજરમાન ભાભુનું પાત્ર ભારે પ્રભાવશાળી હતું. આજે સમય બદલાયો છે. આદર્શો ભોંઠા પડતા જાય છે. પરીવારનું રસાયણશાસ્ત્ર બદલાયું છે. ટી.વી.સીરીયલો દુર દુરનાં ગામોમાં અનેક સ્ત્રી પાત્રોને રોજ રાતે આગલી પરસાળમાં પહોંચાડતી થઈ ગઈ છે. એ સીરીયલોમાં ચાલાકી, બદમાશી અને કપટનો હવાલો સ્ત્રી પાત્રોએ પુરુષો પાસેથી છીનવી લીધો છે. સ્ત્રી સશક્તીકરણનો કદાચ એ
થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, “પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !' મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે ? એને કહેવાય રળીયામણું મૃત્યુ !
વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકો તરીકે અલાયદા રાખવા જોઈએ. પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને