સ્ત્રીઓ માતા બન્યા પછી પણ અહંકારને કારણે માતૃદીક્ષા પામ્યા વગરની રહી જાય છે. કેટલાય પીતાઓ માતૃભાવથી લથપથ અને ભીના જોવા મળે છે.

છેલ્લી માંદગી દરમ્યાન બા લગભગ સવા વર્ષ પથારીવશ રહી. સદાય કર્મરત અને પ્રતીક્ષણ સ્ફર્તીથી છલકાતી બા ચોવીસ કલાક પથારીમાં લાચાર બનીને પડી રહે એ દૃશ્ય જ અમારે માટે નવું હતું. એક વાર અમારી આગળ એણે અન્ન છોડીને ઈચ્છામૃત્યુ સ્વીકારવાની વાત મુકી. હું સંમત થયો; પણ સ્વજનો સંમત ન થયાં. એક-બે વાર તો મૃત્યુની સાવ નજીક જઈને પાછી આવી. બા કહેતી : “હવે મૃત્યુ મળે તો હું છુટું.' હું બાને કહેતો : “બા ! અમે પાસપોર્ટ તૈયાર રાખ્યો છે; પરંતુ ઉપરથી વીઝા નથી મળતો.'

નીવૃત્તી પછી અમે સુરત છોડ્યું અને વડોદરા આવીને બા સાથે રહેવા માંડ્યું. વડોદરાની સુકી હવા બાને એવી તો માફક આવી ગઈ કે એક પણ વખત ડૉક્ટરને બોલાવવા ન પડ્યા. બાની તબીયત સુધરવા લાગી. મોતીયાના


89 of 147

વખત માણસે હાંફવું પડે એવું કોઈ કામ કરવું જોઈએ. ઝડપથી ચાલવામાં કે ધીમેથી દોડવામાં ફેફસાંનો સંકોચ વીસ્તાર પામે છે. ઈરાદાપુર્વક ઉંડા શ્વાસ લેવામાં પૈસા બેસતા નથી. રાત્રે પથારીમાં પડતી વખતે થાકનું નામનીશાન ન હોય ત્યારે ઉંઘ કાલાવાલા કરાવે છે. આંખને થાક ન લાગે તેવા આશયથી ઘણા લોકો વાંચવાનું પણ ટાળે છે. અમથા ઉજાગરા કરવામાં ઉંઘનું અપમાન થાય છે. મોડા ઉઠવામાં સુર્યનું અપમાન થાય છે. રાતે મોડા સુવામાં અંધારાનું અપમાન થાય છે. જીવનનો લય સુર્ય સાથે જોડાયેલો છે. પક્ષીઓ સુર્યની આમન્યા


89 of 244