તે ઘરે બને ત્યાં સુધી દીકરી આપવાનું ટાળવું. જાહેર કાર્યકર હોય એવી સાસુના વજન હેઠળ ક્યારેક એની પુત્રવધુની કુંવારી આકાંક્ષાઓ ચગદાઈ મરે એવો સંભવ રહે છે. સ્વાનુભવે કહું છું કે અત્યંત કાર્યરત એવાં માતપીતા સંતાનો માટે સમય ન કાઢી શકે એ વાત સાવ ખોટી છે. પ્રશ્ન સમયનો નથી; અગ્રતાક્રમનો છે.
બાળકો સાથે માબાપે પુષ્કળ વાતો કરવી જોઈએ. બાની જે મર્યાદાઓ મેં આગળ જણાવી તેને પરીણામે સંતાનો પ્રત્યે મને જે માતાનુભુતી થઈ તે અદભુત હતી. માતાનુભુતીનો મર્મ એ કે સંતાનો મારા તરફથી સંપુર્ણ નીર્ભયતાનો અનુભવ કરે. સંતાનનો સંપુર્ણ સ્વીકાર માતા કરતી હોય છે. બધી ખામીઓ અને બધાં દુ:ખ ભુલી માતા પોતાનાં સંતાનોને વહાલ કરતી હોય છે. બાની જીવનશૈલીમાંથી હું ઘણું શીખ્યો છું. એની મર્યાદાઓથી બચવા માટે અને એની ખુબીઓને મારામાં ખીલવવા માટે મથ્યો છું. મારો હીસાબ ચોખ્ખોચણાક છે. માતૃભાવ પામવો એ કેવળ સ્ત્રીઓનો ઈજારો નથી. કેટલીય
સ્ટોરની ઘરાકી ઘટી જાય. સેમ્યુઅલ બટલર જો જીવતો થઈને સામે મળે તો દરદીને જરુર પુછે : “વારંવાર ડૉકટરને ત્યાં જવામાં તમને શરમ નથી આવતી?' માણસનું શરીર કોથળા જેવું શા માટે હોય ? એ તો સ્વયંસંચાલીત તંત્રને ધારણ કરતું સાયબરનેટીક્સ છે અને પરમચેતનાનું મંગલમંદીર છે. શરીર પ્રત્યે બેદરકાર રહેવું એ તો અધાર્મીક બાબત ગણાય; કારણ કે શરીરને આપણે ત્યાં “'ધર્મસાધનમ્' ગણ્યું છે !
ઉંઘનો અનાદર રોગને નોતરે છે. ઉંઘની ગોળીઓ લેવા કરતાં થાકવાની તસ્દી લેવી સારી. દીવસમાં એકાદ