વહાલ કરું છું. એમણે પરીવારમાં નીરપવાદ લોકશાહી ભોગવી છે, એમ કહું તો એમાં અતીશયોક્તી નથી. મારા એમના પ્રત્યેના પ્રેમમાં કોઈ પણ જાતની પુર્વશરત કે અપેક્ષા નથી. ક્યારેક હું એ ત્રણેને એટલાં તો મીસ કરું છું કે કોઈને કલ્પના પણ ન આવે. મનુબહેન ગાંધીનું પુસ્તક મને પ્રીય છે, જેનું સુંદર મથાળું છે : “બાપુ, મારી મા.' જે કશુંક મને મારા જીવનમાં ન મળ્યું, તે મેં મારા સંતાનોને દીલ ઠાલવીને આપ્યું. કશુંય પ્રયત્નપુર્વક નથી થયું; સાવ સહજપણે થતું રહ્યું છે. પ્રત્યેક પતીએ અને પીતાએ માતૃત્વદીક્ષા પામવી જોઈએ. ક્યાંક બાળકોને ઓછો સમય આપનારો કે ઓછું વહાલ કરનારો શુષ્ક અને કર્મઠ પીતા જોઉં ત્યારે મને એ અંગત દુશ્મન જેવો લાગે છે. આ અંગે બાકીની વાત મારાં સંતાનો કરે તે જ વાજબી ગણાય. મારી માનસીકતાને કારણે હું એવા અવૈજ્ઞાનીક અને આધારહીન અભીપ્રાય પર આવ્યો છું કે જે ઘરમાં માતા કે પીતા અથવા બન્ને જાહેર કાર્યકર્તા હોય
રહી છે. ઘણાખરા રોગોના મુળમાં પગનો ગૌરવભંગ રહેલો છે.
માણસ જે ખાવું જોઈએ તે નથી ખાતો અને જે પીવું જોઈએ તે નથી પીતો. એને કયારે ખાવું અને કેટલું ખાવું તેનું ભાન નથી. લગ્નના રીસેપ્શન વખતે પાંચસાત જાતની મીઠાઈઓ હોય છે અને તળેલી વાનગીઓની ભીડ હોય છે. પંજાબી વાનગીઓની ફેશન ગુજરાતીઓમાં શરુ થઈ છે. બુફેના ટેબલ પર કેલરીના રાફડા ! બીજે દીવસે પેટ બગડે છે. ફાડાની લાપસી આઉટ ઓફ ફેશન ગણાય છે. માણસ જો ખાવાનું અડધું કરી નાખે અને ચાવવાનું બમણું કરી નાખે, તો મૅડીકલ