મધુરતા, છલોછલતા અને વત્સલતા જેવાં લક્ષણો છીનવાઈ જાય તે ન પાલવે. માતૃત્વનાં આ લક્ષણો વગરની સ્ત્રીના પતીની મને ભારે દયા આવે છે. કોઈ સ્ત્રી એર ઈન્ડીયાની મેનેજીંગ ડીરેક્ટર બની જાય તો મને ખુબ ગમે; પરંતુ જો એ અંદરથી માતા મટી જાય તો એ ભારે ખોટનો ધંધો ગણાય. વીખ્યાત સંસ્કૃત સુભાષીતમાં સ્ત્રી પાસેથી પુરુષપ્રધાન સમાજે જે ચાર એકપક્ષી અપેક્ષાઓ રાખી તેમાં “ભોજ્યેષુ માતા'વાળી વાત મને અગત્યની લાગ્યા કરે છે. સ્ત્રી માતૃસ્વરુપા ન હોય તો એ 'શયનેષુ રંભા' અને 'કાર્યેષુ મંત્રી' પણ ન બની શકે. સ્ત્રી હોવાની પુર્વશરત માતૃત્વ છે. બીજી બધી વાત આપણા પુરુષપ્રધાન સમાજની એંઠ પણ હોઈ શકે. મારી આવી માનસીકતા સાચી છે એવો મારો દાવો નથી. હું તો કેવળ અનાવૃત થવાનો અધીકાર ભોગવી રહ્યો છું. માતાનો પ્રેમ બીનશરતી હોય છે. દીકરો વ્યસની, જુગારી અને મવાલી હોય તોય માતાને વહાલો જ લાગે. હું લગભગ એ જ રીતે બાળકોને બીનશરતી
સુધી બેસી રહેનાર કર્મચારી, લગભગ પોટલું બનીને ચરબી એકઠી કરતો રહે છે. કેટલીય ગૃહીણીઓ લગભગ પીપ જેવી બનીને મજુરણને દબડાવતી રહે છે. હાડકું નમાવવું જ ન પડે તેવી દીનચર્યા અને ઘરચર્યા બ્લડપ્રેશરને આમંત્રણ આપે છે. કોઈ ખેતમજુરને ડાયાબીટીસ થતો નથી. ડાયાબીટીસ કાયમ સુખસગવડથી શોભતું, માલદાર ઘર શોધે છે. મોટરગાડી અને સ્કુટરના પૈંડાએ આપણી પાસેથી પગનું ગૌરવ છીનવી લીધું છે. બાળકો પણ સાઈકલને બદલે મૉપેડ દોડાવતાં થયાં. નાની વયે હૃદયરોગ થાય તેની તૈયારીઓ થઈ