ચુક્યા છતાં; મારી ઝંખના અધુરી રહી તેનું દર્દ આ ક્ષણે તીવ્રતાપુર્વક અનુભવી રહ્યો છું. આજે મને કોઈ પુછે કે : “તને આવતે જન્મે કેવી માતા મળે એવું ઈચ્છે છે ?' હું જવાબમાં કહું કે, “મારે આ જ માતા જોઈએ; પણ તે અભણ હોય તો મને વધારે ગમે.' અભણપણું માતૃત્વને અપ્રદુષીત રાખે જ એવી ખાતરી ન રાખી શકાય એ સાચું; પરંતુ મને તો અભણ માનું ભોળું ભોળું નીરપવાદ વાત્સલ્ય જ ખપે. મારી માનસીકતા તર્કશુદ્ધ ન હોય એમ બને; પરંતુ માતૃત્વને તર્કની સીમમાં પુરવાનું શક્ય ખરું? મને, કઠોર, આક્રમક, લડાયક મીજાજની, કર્કશા કે કંકાસીયણ સ્ત્રી; ગમે તેટલી કાર્યક્ષમ, વ્યવહારુ, બુદ્ઠીશાળી અને રુપાળી હોય તોય નકામી જણાય છે. મારી વીશીષ્ટ માનસીકતાને કારણે નારીમુક્તી માટે મથનારી બહાદુર સ્ત્રીઓ પણ ક્યારેક મને અસહ્ય લાગે છે. હું એમનો કોઈ દોષ નથી જોતો; માત્ર મારી મનોવૃત્તીને જ પ્રગટ કરી રહ્યો છું. સ્ત્રી પાસેથી કોઈ પણ કારણે કોમળતા,


85 of 147

! રોગ એટલે જીવનલય તુટે તેની શરીરે ખાધેલી ચાડી.

ડૉક્ટર ન હોય તેવા સમજુ માણસને કેટલી બાબત જડે છે : “સમજનેવાલે સમજ ગયે હૈ, ના સમજે વો અનાડી હૈ.”

પહેલી વાત તો એ કે તંદુરસ્ત રહેવા માટે વ્યાયામ અત્યંત જરૂરી છે. આજનો કહેવાતો એક્ટીવ માણસ પણ વાસ્તવમાં બેઠાડુ હોય છે. ટી.વી. પર ક્રીકેટ મેચ જોનાર એક સાથે કેટલા કલાકો છાણના પોદળાની માફક બેઠેલો રહ્યો ! પ્રત્યેક ઓવરને અંતે એ પોદળો ઉભો થઈને હળવા હલનચલન દ્વારા શરીરને છુટું કરી શકે. ઓફીસની ખુરશીમાં કલાકો


85 of 244