હતી.

બાની સેવાહઠ ક્યારેક મને ખુબ અકળાવતી. ઘરની અને પરીવારની ઉપેક્ષા ક્યારેક હદ વટાવી જતી. અમુક કામની વાત આવે ત્યારે બા કોઈની પરવા ન કરતી. જ્યાં એક કલાક આપવાથી પતે તેવું હોય ત્યાં એ ચાર કલાક આપતી. ક્યારેક તો સામેથી વૈતરાને આમંત્રણ આપતી. પતી કે બાળકો શું ખાશે એની ચીન્તા બા ન કરતી. ટાળી શકાય તેવી દોડાદોડી પણ એ ટાળતી નહીં. ઘર છોડીને બહાર કોઈ કામે જવા માટે ટાંપીને બેઠી હોય એવું પણ ક્યારેક મને લાગતું. “પીને વાલે કો પીને કા બહાના ચાહીયે,' જેવી સ્થીતી હતી. ગામમાં બાની મદદ ઉપકારક બને તેવાં કામોની ખોટ ન હતી. બાના જીવનમાં જાણે એક સુત્ર વણાઈ ગયેલું : “આ બેલ, મુઝે માર.' બાની આવી બહીર્મુખી વૃત્તીના અતીરેકોને કારણે મારી માનસીકતા પર કેટલીક કાયમી અસરો પડી.

અત્યારે જે લખી રહ્યો છું તેના પ્રત્યેક શબ્દ પર મારા આંસુનો અભીષેક થયેલો છે. સંતાન તરીકે કોઈ પણ ફરજ ન


84 of 147

દરદીઓને દવા આપે છે; આરોગ્યની દીક્ષા નથી આપતા. કેટલાક ડૉક્ટરો દરદીને બદલે દવા બનાવનારી કંપનીને વફાદાર હોય છે. હૃદયરોગનો હુમલો થાય ત્યારે માણસનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. હું એવું તે કેવું જીવ્યો કે મારું હૃદય મારાથી હારી બેઠું ? પ્રત્યેક હૃદયને સ્વમાન હોય છે. માલીક હદ વટાવે અને ખાવાપીવામાં કે હરવા ફરવામાં ભયંકર બેદરકારી બતાવે ત્યારે હૃદય બળવો પોકારે છે. હૃદયરોગ મફતમાં નથી મળતો. એને માટે વર્ષો સુધી તૈયારી કરવી પડે. હૃદયરોગ એટલે અપમાનીત હૃદયનો હાહાકાર


84 of 244