થઈ.
૧૯૭૦ના અરસામાં રુપીયા પચ્ચીસ હજારની રકમ બહુ મોટી ગણાતી. એ ગાળામાં ઘરનું બૅન્ક બેલેન્સ પણ રુપીયા પાંચ-સાત હજારથી વધારે નહીં હોય. અવંતીકાએ પણ આ વાતમાં મનથી ટેકો આપેલો. આ રીતે જુદી કાઢેલી રકમનું અમે ટ્રસ્ટ બનાવ્યું જેનું નામ હતું : “લોકશીક્ષણ ટ્રસ્ટ.' ટ્રસ્ટની આર્થીક સહાયથી ભણેલા કેટલાક ડૉક્ટરો કે એંજીનીયરો આજેય રાંદેરમાં મને મળે છે. કેટલાકને પુસ્તકો ખરીદવા માટે પૈસા મળતા. કેટલાકને ફી ભરવા માટે પૈસા મળતા. કેટલાકને સાધનો ખરીદવા માટે મદદ મળતી. યાદ છે કે એ ટ્રસ્ટની સહાયને કારણે એક ગરીબ વાળંદનો દીકરો એન્જીનીયર બનેલો. આજે એ ઘણો સુખી છે. દુરનાં ગામોમાંથી હાઈ સ્કુલમાં ભણતા ગરીબ વીદ્યાર્થીઓને મદદ કરવા માટે અરજીઓ આવતી. ક્યારેક ભલામણો પણ થતી. બૅન્કમાં વારંવાર જઈને પૈસાની વ્યવસ્થા કરનારી બા, પૈસાને છોડવામાં કચાશ નહોતી રાખતી. બાની સેવાની સુવાસ અનેક ગામોમાં ફેલાયેલી
દૃશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો બાપ, વ્યસનોને કારણે ખખડી ગયેલા પચાસેક વર્ષના પુત્રની ખબર કાઢવા હૉસ્પીટલ જશે. ધુમ્રપાન, ગુટખા અને શરાબને કારણે યુવાનને “પ્રમોશન' મળે છે. એ જલદી ઘરડો થાય છે અને વળી જલદી ઉપર પહોંચી જાય છે. આવા યુવાનની ચાકરી એનો તંદુરસ્ત પીતા કરશે.
આરોગ્યમય જીવનનું રહસ્ય સમજાય તે માટે ડૉક્ટર હોવાનું ફરજીયાત નથી. કેટલાક ડૉક્ટરો એવી રીતે જીવે છે, જેમાં એમની મૅડીકલ સમજણનું ઘોર અપમાન થતું હોય છે. ઘણાખરા ડૉક્ટરો