મને એ ડાયલૉગ હજી બરાબર યાદ છેઃ

બા : “ગુણુ ! તને પાળા યોજનામાં આપણી જમીન સરકારે લીધેલી તે યાદ છે ?'

હું : “હા બા. પણ તેનું શું છે?'

બા : “તને યાદ છે કે સરકાર એ માટે વળતરની જે રકમ આપે તે આપણે દાનમાં આપી દેવાનું નક્કી કરેલું?'

હું : હા, મને બરાબર યાદ છે.'

બા : “બેટા ! આપણે તો ધારેલું કે માંડ ચારેક હજાર રુપીયા આવશે પણ સરકારે તો ભારે ઉદારતાથી વળતર આપ્યું.

હું : “કેટલું?'

બા : “રુપીયા પચ્ચીસ હજાર.'

હું : “શું વાત છે, બા?'

બા : “પણ આપણાથી હવે એ રકમ ઘર માટે ન લેવાય. મનોમન સંકલ્પ કરેલો કે જે કંઈ આવે તે દાનમાં આપીશું. હવે રકમ મોટી આવી તેથી સંકલ્પ ન તોડાય. તને શું લાગે છે?'

હું : “બા, તારી વાત બીલકુલ સાચી છે અને હું રુપીયા પચ્ચીસ હજાર ઘરમાં ન લેવા માટે તારા જેટલો જ મક્કમ છું.'

બા : બસ, મને નીરાંત


82 of 147

શંકરાચાર્યે વીવેકને મુગટમાં જડેલો મણી “વીવેકચુડામણી' ગણાવ્યો છે. તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે. રંશનલીઝમનો સંબંધ મુળે સત્યની શોધ સાથે છે. એ શોધ પવીત્ર છે.

એક્સ-રે

ખાલીપણું તો એકલાથી ન થયું સહન, પંખી નથી તો ડાળનો હીસ્સો નમી ગયો. એક પળ જે મારાથી અળગા નથી રહ્યા, એ કહે તારા વગર જીવી શકાય છે. સાવ સુક્કી ભઠ નદીની રેત પણ, બેઉ કાંઠે આજ ખળખળવા મથે.

* શરમ નથી આવતી *

આવતાં દસ-પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર


82 of 244