રવીવારે બા સરકારી કામ અંગે બહાર નહોતી જતી; લોકસેવા માટે જતી. ક્યાંક ફાળો ઉઘરાવવાનો હોય કે રાંદેરના કેળવણી મંડળનું કામ હોય. બાને “સેવારોગ' વળગ્યો હતો એમ કહી શકાય. આગળ કહ્યું તેમ માતૃત્વ સદા માર ખાતું રહ્યું અને નેતૃત્વ કાયમ અગ્રતા પામતું રહ્યું.
હું વડોદરાની ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલૉજીમાં લેક્ચરર હતો. એક દીવસ બાનો ફોન આવ્યો. તાપીમાં વારંવાર રેલ આવતી, તેથી કાંઠાનાં ઘરોના રક્ષણ માટે સરકારે નદીની ભેખડો પર પાળા બાંધવાની યોજના ઘડી. કાંઠે આવેલાં ખેતરોની જમીન સરકારે એક્વાયર કરી. અમારું ખેતર તાપીને કીનારે આવેલા હરી ઓમ આશ્રમને અડીને આવેલું તેથી થોડીક જમીન પાળા યોજનામાં ગઈ. બાએ મને આગળથી કહી રાખેલું કે એ ગયેલી જમીનના બદલામાં સરકાર જે ચાર- પાંચ હજાર રુપીયા આપે તે રકમ કોઈ સારા કામમાં દાન કરીશું. મેં હા પાડેલી. બાએ ફોન જોડ્યો તેમાં બાની ઉદાત્ત ભાવના પ્રગટ થઈ.
રુશવતખોર, અને કરુણાશુન્ય હોય, તો તે નાસ્તીક હોય તોયે '“રંશનલ' ન ગણાય. કોઈ ધાર્મીક ગણાતો માણસ શોષણખોર, દંભી અને અંધશ્રદ્ધાળુ હોય તો તેને 'ભગત' ગણવામાં જોખમ છે. મુળે વાત પ્રામાણીક જીવનશૈલીની છે. સ્તાલીન અને માઓ ઝેડોંગ નાસ્તીક હતા; પરંતુ તેમને “રેશનલ' કહેવાનું યોગ્ય નથી. બન્ને નેતાઓએ પોતાના જ દેશના લાખો નીર્દોષ મનુષ્યોની કતલ કરાવી હતી. તેમને “વીવેકબુદ્ધીવાદી' કહેવામાં “વીવેક' અને “બુદ્ધી'ની ક્રુર મશ્કરી થાય છે. આપણી સંસ્કૃતીમાં તર્કને ઋષિ નો દરજ્જો આપવામાં આવ્યો છે.