ન હતો. એ મને કાયમ “ગુણુ' કહેતી. બાની અંદર બેઠેલી માતાને પ્રગટ ન થવામાં કઈ બાબત જવાબદાર હતી? આ પ્રશ્નનો જવાબ મને મળ્યો છે. માતૃત્વ અને નેતૃત્વ વચ્ચેની કશમકશમાં જીવનભર માતૃત્વ હારતું જ રહ્યું અને નેતૃત્વ જીતતું રહ્યું. કદાચ મારા જીવનની આ સૌથી મોટી કરુણતા હતી. જાહેર સેવાનું ક્ષેત્ર ક્યારેક માણસને પોતાના પરીવારની ધરાર ઉપેક્ષા કરવા મજબુર કરે છે. લોકસેવાની લગની પણ ક્યારેક ભારે ઉધમાત મચાવતી જતી હોય છે.
પ્રાથમીક શાળા છોડીને બા ઈન્સ્પેક્ટ્રેસ બની ત્યારે એવું ઘણી વાર બનતું કે સોમવારે ગયેલી હોય તે છ દીવસ બાદ છેક શનીવારે રાતે એ ઘરે પાછી ફરે. બા ન હોય ત્યારે રસોઈ બાપુને માથે રહેતી અને હું બાપુને સહાય કરતો. શનીવારે રાતે બા પાછી ફરે તેની હું રાહ જોતો. કદાચ બાપુ પણ જોતા. રવીવારે સવારે હું ઉઠું ત્યારે બા ઘણુંખરું ઘરમાં ન હોય. એ કોઈ બાકી રહેલાં લોકસેવાનાં કામે નીકળી ગયેલી હોય.
અંધશ્રદ્ધા જામી પડે ત્યારે ધર્મનો મર્મ ખતમ થાય છે. કેરી ખતમ થાય છે અને બાવાજીના આશ્રમમાં આથણાંનું માર્કેટીંગ થતું રહે છે. અંધશ્રદ્ધાળુ હોવું એ “ધાર્મીક' હોવાની નીશાની નથી. એ જ રીતે નાસ્તીક માણસને “અધાર્મીક' ગણવાનું યોગ્ય નથી. આસ્તીક માણસની અપ્રામાણીકતાનો કોઈ બચાવ ન હોઈ શકે. તે જ રીતે જુઠા માણસની નાસ્તીકતા પણ નઠારી ગણાય. નાસ્તીક માણસ આપોઆપ રૅંશનલીસ્ટ બની જાય એવો વહેમ ખાસો લોકપ્રીય છે. એ વહેમને કારણે ક્યારેક છીછરા દાવાઓ કરવાની ઉતાવળ થતી રહે છે. કોઈ રૅશનલીસ્ટ જુઠો,