* ગરવી ગુજરાતણનું નવલું સ્વરૂપ *
વર્ષો પહેલાં એક સુજ્ઞ વાચકે પુછ્યું હતું: “નર્મદા અને તાપીમાં વધારે સુન્દર કોણ?' તત્ક્ષણ જવાબ જડ્યો તે હતો: “નર્મદા જાજરમાન છે, ત્યારે તાપી નમણી છે.' સરેરાશ ગુજરાતી ગૃહીણી જાજરમાન વધારે અને નમણી ઓછી ! ગઈ કાલ સુધી ગુજરાતી સ્ત્રી ફીગરની કે વાઈટલ સ્ટેટીસ્ટીકની પરવા કરતી ન હતી. હવે એની કમ્મરનો ઘેરાવો ધીરે ધીરે ઘટતો જાય છે. વાલ્મીકીના શબ્દપ્રયોગો કરીએ તો કહી શકાય કે ગુજરાતી કન્યા હજી “તનુમધ્યા' (પાતળી કમ્મરવાળી) બની નથી. સીતાની સુંદરતાનું વર્ણન કરતી વેળાએ વાલ્મીકીએ પ્રયોજેલો બીજો શબ્દ “વરોરાહા' (સુંદર નીતમ્બવાળી) છે. શરીરની જાળવણી વધતી જશે, તેમ તેમ એ સીતા જેવી '“તનુમધ્યા' અને વળી સુન્દર નીતમ્બવાળી “વરોરાહા' બની રહેશે. જીમમાં જવાનું વધી રહ્યું છે અને સીમમાં જવાનું મટી રહ્યું છે. બ્યુટી-પાર્લરોમાં લાઈન લમ્બાતી જાય છે. હવે વીધવા બહેનો પણ ત્યાં
ચાલવાનું સાબુત! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર સ્ફર્તીથી ચાલે તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય. થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ પણ આપોઆપ મળે છે. ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે છે. સ્ફર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્દઘાટન પગના સદુપયોગ થકી