ખર્ચ જરુર કરું. એક વાર તો ઘરના હીસાબમાં એક રુપીયાની ભુલ રહી ગઈ, તેથી બાએ આખી રાત માથાકુટ કરી અને સવારે અમે ઉઠ્યાં કે તરત એ ભુલ અંગે કડવી ચર્ચા કરી. થોડી ઉદારતા અને પરીપક્વતા સાથે વહુને જીતી લેવાની કળા બા પાસે ન હતી. બન્ને પ્રીયજનો વચ્ચે ખેંચાઈ મરતા લાચાર આદમી તરીકે મેં એક નીતી રાખેલી. જેનો વાંક જણાય તેને સ્પષ્ટ કહેવું અને એમાં જરા પણ પક્ષપાત કરવો નહીં. અવંતીકાએ બે-ત્રણ વખત બાની માફી માગેલી. બાને હું જે લાગે તે કહેતો અને વાત પુરી થતી. પ્રત્યેક ઘરે સાસુ-વહુ વચ્ચે થોડીક તાણ રહેતી હોય છે; પરંતુ અમારા જેવા સંસ્કારી પરીવારમાં એ તાણ ક્યારેક ઉગ્રતા ધારણ કરતી એ ખરેખર શરમજનક કહેવાય. ઘણાં વર્ષો બાદ જે શીખવા મળ્યું તેનો સાર આ પ્રમાણે છે : બે વ્યક્તીઓ નથી લડતી; બન્નેમાં રહેલો અહંકાર સતત હાહાકાર મચાવતો હોય છે.
બા અંગે મેં ખુબ વીચાર્યું છે. મારા પર એનો પ્રેમ ઓછો
બેસે એટલે શું ? સંકટચોથ એટલે શું ? પંચાંગ પ્રમાણે બધી તીથીઓ સાથે જોડાયેલી વીધીઓ પ્રમાણે જીવવાનું માણસ નક્કી કરે, તો એ જીવનમાં બીજું કશુંયે કરી ન શકે. આવતા એપ્રીલની ૧૪મી તારીખે આંબેડકરજયંતી અને વલ્લભાચાર્યજયંતી છે. તે જ દીવસે “મીન માસનાં કમુરતાં પુરાં થાય છે' એવું કૅલેન્ડરના ખાનામાં લખાયું છે. વળી ૨૨મી જુનના ખાનામાં લખ્યું છે: 'જૈનોનો કેરીત્યાગ.' સત્યની સ્ટ્રીટ લાઈટ્રસ પર અંધશ્રદ્ધાનાં કેટલાં જાળાં ?
પ્રત્યેક ધર્મમાં પડેલી સુવાસ બાજુ પર રહી જાય અને કેવળ કર્મકાંડ સાથે જોડાયેલી