પીડાકારક બનતી. બા સંભળાવતી : “તમે લોકો કશું બચાવતાં નથી.' વાસ્તવીક્તા સાવ જુદી હતી. જે કંઈ બચે તે અમે બાને આપી દેતાં. પરંતુ પછી પાંચસો રુપીયાની ખાસ જરુર પડે ત્યારે બા ઉપદેશ આપતી. હું મંબઈથી સુરતની ફ્લાઈંગ રાણીમાં બેસું અને પાંચ-છ કલાકે ઘરે પહોંચું તો વચ્ચે એક પણ પૈસો ન ખરચું. કૉલેજનાં ચાર વર્ષ દરમીયાન એક પણ વાર કૅન્ટીનમાં ગયાનું મને યાદ નથી. અવંતીકા લગ્ન પછીનાં વર્ષોમાં આઠેક વર્ષ સુધી ખાદી પહેરતી; કારણ કે અમારું કુટુંબ આખું ખાદીધારી હતું. મેં એને પછી મુક્ત કરી અને કહ્યું કે ફરજીયાતપણે કશું થાય એ યોગ્ય નથી. એને પીયરથી કરકસરના સંસ્કાર મળ્યા ન હતા; પરંતુ મારી સાથે રહીને કરકસર કરવાની ટેવ એણે શરુઆતથી જ પાડી હતી. હું પાછળથી સ્વૈચ્છીક નીવૃત્તી લઈ શક્યો તેમાં મદદરુપ થયેલું એક કારણ, અવંતીકાએ દૃષ્ટીપુર્વક કરેલી બચત પણ હતું. હું ખોટો ખર્ચ કરી ન શકું; પરંતુ ખરો


78 of 147

પવીત્ર ગણે તે ખરો ભક્ત અને પ્રત્યેક ક્ષણને સરખી ગણે તે સાચો નાસ્તીક ગણાય. 13નો આંકડો અશુભ ગણાય તેવું ક્યા મહામુર્ખે કહ્યું છે ? મારા દીકરાએ મુંબઈના બહુમાળી મકાનમાં હઠપુર્વક તેરમો માળ પસંદ કર્યો હતો. મારી દીકરીનાં લગ્ન કમુરતામાં થયાં હતાં. હીન્દુઓ શુભ મુહુર્ત જોવડાવવાનું તુત ક્યારે છોડશે ? અમાસને દીવસે ટ્રેનના ડબ્બાઓમાં ઓછી ભીડ હોય એવું શા માટે ? મારા દીકરાની લગ્નવીધી પણ મારાં (વીધવા)મોટાં બહેને કરાવી હતી. દેશી કૅલેન્ડરનાં ખાનાંમાં વીચીત્ર શબ્દો વાંચીને મન વીચારે ચડી જાય છે. વીંછુડો


78 of 244