પ્રતીષ્ઠા મળેલી એમ કહી શકાય.

પૈસાનો મોહ બા છેવટ સુધી ન છોડી શકી. વગર નોટીસે અને વગર કારણે બા ઈન્કમટેક્સની ઓફીસે જતી અને આવકવેરો લેવાય તેવું કરતી. મારો આવકવેરો તો મારા પગારમાંથી જ કપાઈ જતો હતો અને બાનું પેન્શન વધતું વધતું બસો રુપીયા સુધી પહોંચેલું. તે ઉપરાંત ખેતીની આવક હતી. આ અંગે બાએ મને એક મૌલીક વાત કરેલી તે યાદ આવે છે. બાએ કહેલું : ગુણુ ! આ દેશમાં માત્ર નસીબદાર માણસો જ આવકવેરો ભરે છે. આવક છે તો આવકવેરો છે ને ? કેટલાય ગરીબો આવકવેરો ભરવો પડે તેટલું કમાવા આતુર છે; પણ એમના નસીબમાં આવકવેરો ભરવાનું ક્યાંથી ? બાની વાતમાં દમ હતો.

બા કાયમ એમ જ માનતી કે મને પૈસા બચાવતાં આવડતું નથી અને અવંતીકાને ખર્ચ કરવાની સુઝ નથી. આ વાતે સાસુ-વહુ વચ્ચે સાવ નકામી બાબતે ઝઘડા થતા. મારી સ્થીતી શરીરનાં બે ફાડચાં ચીરાતાં હોય ત્યારે જરાસંઘને થાય એવી


77 of 147

માળાનો મહીમા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, જ્યોતીષશાસ્ત્ર ફેંગશુઈ અને વળી ટેરોટનાં પાનાં પરથી ભવીષ્ય ભાખવામાં ગપ્પાંબાજીને ચાર ચાંદ લાગી જાય છે. જયલલીથા પોતાના નામમાં એક અક્ષર ઉમેરાય તેવું કરીને ન્યુમરોલૉજી સાથે જોડાયેલી અંધશ્રદ્ધાને દૃઢ કરે છે. નવી ખરીદેલી કારની નેઈમ- પ્લેટ પર અમુક આંકડા આવે તે માટે લોકો રુશ્વત આપે છે અને રાહ જુએ છે. સીઝેરીયન ઓપરેશન શુભ દીવસે અને શુભ મુહુર્તમાં થાય તેવી ગોઠવણ કરવામાં ભણેલા લોકો અભણ લોકો કરતાં ખાસ આગળ છે.

પ્રત્યેક ક્ષણને


77 of 244