બાબતોમાં સ્વ-નીયુક્ત કાઉન્સેલર બનવાની હોંશ રહેતી. સાસુ-વહુના ઝઘડાઓ પણ બા પાસે આવતા. બા વચલો રસ્તો કાઢી આપતી. એક દીવસ હું અમથો બેઠો બેઠો કશુંક વાંચતો હતો. બા ગંભીર વદને હાથમાં મારો ધોવા નાખેલો પાયજામો લઈને આવી અને બટન આગળ વળગેલા સ્વપ્નદોષના સંકેતને બતાવીને કહે : “આવું કેમ થાય ?' હું તો ડઘાઈ જ ગયો. જે વસ્તુ સાવ સહજ અને સાર્વત્રિક હતી, તેને બાએ પાપયુક્ત બનાવી દીધી. કુમાર અવસ્થામાં થયેલી આવી અનેક સાત્ત્વીક પજવણીને કારણે હજી આજે પણ હું એકાંતમાં અન્ય કોઈ સ્ત્રીને સહજપણે એટલે કે સભાન બન્યા વગર મળી શક્તો નથી. ફળીયામાં પાલીફોઈની ઓટલી પર ગોઠીયાઓ તરફથી જે કુશીક્ષણ મળેલું તે ઓછું હોય તેમ બાએ એમાં સાત્ત્વીક પાપગ્રંથીનો ઉમેરો કર્યો. બાનું વળગણ (ઓબ્સેશન) મને જીવનભર નડ્યું; હજી આજે પણ નડે છે. બાનો એમાં ખાસ વાંક ન હતો. એ દીવસોમાં લંગોટમુલક બ્રહ્મચર્યના ગાંધીવાદી અતીરેકોને


76 of 147

મુખ્ય પ્રધાનની પત્ની દયાલુ અમ્માલે બાબાનાં ચરણોમાં દંતવત્‌ પ્રણામ કર્યાં અને સ્વજનો વચ્ચે બાબાની હથેળીમાં પ્રગટ થતી ચમત્કારી વીંટી મેળવવા માટે પડાપડી થઈ હતી.

આપણા સમાજને 'લક્ષચંડી' યજ્ઞની નહીં; “નસબંદી' યજ્ઞની જરુર છે. દેશની ગરીબી બચરવાળ છે તેથી વીકાસદર વીકાસડરમાં ફેરવાઈ જાય છે. ખાલી પેટ અને ભરેલાં ગર્ભાશયોની સંખ્યા વીકરાળ છે. નવાં મંદીરો બંધાય છે; પણ નવાં સંડાસો તૈયાર થતાં નથી. ટીવી પર બધી ચેનલો અંધશ્રદ્ધા પીરસતી રહે છે. ક્યારેક ગ્રહદશાની ચર્ચા થાય છે, તો ક્યારેક રુદ્રાક્ષની


76 of 244