આચાર્યા હતી. બાનો બધો જ પ્રયત્ન પોતાની શાળાને આદર્શ શાળા બનાવવાનો હતો. શીક્ષીકા તરીકે બાનો પ્રભાવ ગામમાં એવો હતો કે અમારે ઘરે ઘણા મહાનુભાવો આવતા. કીશોરલાલ મશરુવાળાના ગુરુ કેદારનાથજી, ગુરુદયાલ મલ્લીક, પંડીત લાલન, તારાબહેન મોડક, ગાંધીજીના અંતેવાસી ભણસાલી, મહાદેવ દેસાઈ, પ્રો. સી. એન. વકીલ જેવા અનેક મહાનુભાવો ઘરે આવેલા. પંડીત લાલને બાને ભેટ તરીકે આપેલી ચાંદીની સાંકળી હજી અવંતીકાએ સાચવી રાખી છે. આજે પણ હું કહી શકું કે બા જેવી સંનીષ્ઠ આચાર્યા અને શીક્ષીકા મને જોવા મળી નથી. શીક્ષીકાઓ આદરપુર્વક બાને “મોટા બહેન' કહેતી. કેટલીક યુવાન પરીણીત સ્ત્રીઓ બાને ગુરુભાવે જોતી અને બા કહે તેમ કરતી. બા એમની અંગત બાબતોમાં વધારે પડતો ઉંડો રસ લઈને માર્ગદર્શન આપતી. ક્યારેક મને થોડી વાતો અલપઝલપ સંભળાતી. નીરપવાદપણે બાના કાઉન્સેલીંગના કેન્દ્રમાં સેક્સની માની લીધેલી સમસ્યાઓ જ રહેતી. બાને આવી


75 of 147

કરોડો માણસોને શી પ્રેરણા મળશે ? અમીતાભ છીંક ખાય તોયે સમાચાર બની જાય તેવો મોભો તે ધરાવે છે. વીજ્ઞાન અને ટૅકનૉલૉજી તરફથી મળતા બધા જ લાભો પામ્યા પછી પણ આપણી વીજ્ઞાનવૃત્તી ખીલવાનું નામ નથી લેતી. હીન્દુ પ્રજાની અંધશ્રદ્ધા શીક્ષણને ગાંઠતી નથી. અંધશ્રદ્ધા અને ચમત્કારના પ્રશ્ને ભણેલા અને અભણ વચ્ચે ઝાઝો તફાવત નથી. હજી આપણે સૌ '“માંદળીયા-યુગ'માં જીવીએ છીએ. સચીન તેન્ડુલકર સાંઈબાબા પાસે કૃપાની યાચના કરવા જાય છે. રૅંશનલીસ્ટ કરુણાનીધીના નીવાસ ગોપાલપુરમાં સાંઈબાબાની પધરામણી થઈ ત્યારે


75 of 244