* ગુણુની બા (માતૃવંદના) *
ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે વીસેક વર્ષની છોકરીને પ્રાથમીક કન્યાશાળામાં શીક્ષીકા તરીકે નોકરી મળી. છોકરી પાટીદાર અને પાણીદાર હતી. સન ૧૯૨૦ની સાલમાં ગાંધીજીએ હાકલ કરેલી અને સરકારી નોકરોને નોકરી છોડવાનું આહવાન કરેલું. એ જ વર્ષે ગાંધીજી સરોજીની નાયડુ સાથે ઓલપાડ ગયેલા અને મોટી જાહેરસભામાં એમણે સ્વરાજ્યની લડત માટે હાજર રહેલી સ્ત્રીઓ પાસે સોનાનાં ઘરેણાંની માંગણી કરી. એ સભામાં ગયેલી પેલી પાટીદાર છોકરીએ પોતાની વીંટી બાપુને અર્પણ કરી દીધી. લગભગ સત્તર વર્ષ પછી એ છોકરી મારી બા બની ગઈ.
બાને મેં કદી સુરજ ઉગ્યા પછી પથારીમાંથી બેઠી થતી જોઈ નથી. એ ઘંટીએ દળતી ત્યારે પ્રભાતીયાં ગાતી એવું સ્મરણ છે. બા દક્ષીણામુર્તી ભાવનગરમાં બાળકોની “મુછાળી મા' ગણાતા શ્રી ગીજુભાઈ બધેકાની શીષ્યા હતી અને મોન્ટેસરી પદ્ધતીએ બાળકેળવણીની તાલીમ લઈ આવેલી. દક્ષીણામુર્તીના શ્રી નાનાભાઈ ભટ્ટ બાના ગુરુપદે
ખુબી છે. એમાં અશક્ય કશું નથી હોતું. એનું અત્યંત પવીત્ર લક્ષણ છે : “રોમૅન્ટીક અધ્ધરતા'. એ અધ્ધરતા આધ્યાત્મીક કક્ષાની ઉંડી અનુભુતી છે. જીવનની એ વસંત વારે વારે નથી આવતી. એવી યુવાનીનું વાસંતી સુત્ર છે : “ઈવન સ્કાય ઈઝ નોટ ધ લીમીટ'.
પાઘડીનો વળ છેડે.
યુવાનીનાં પરાક્રમોની વાત જ જુદી છે. જાણીતા પર્યાવરણવાદી લોકસેવક બાબા આમટે જાગીરદારના દીકરા હતા અને વ્યાઘ્રચર્મથી મઢેલી સ્પોર્ટસ્કાર ચલાવતા હતા. ઈન્ફોસીસના પ્રણેતા એન.આર. નારાયણમુર્તી નોકરી માટે અઝીમ પ્રેમજીની વીપ્રો કંપનીમાં ઈન્ટરવ્યુ