બને તો યુદ્ધ ટળે. એવું બને તો પ્રત્યેક ઘરમાં દાદાદાદીની પ્રસન્નતા ફરી વળે. પ્રસન્ન વડીલ હોવું એ જેવી તેવી સમ્પ્રાપ્તી નથી.

પાઘડીનો વળ છેડે

બાળક મોટું થઈને ધુમ્રપાન કરશે કે નહીં ? આ પ્રશ્નનો જવાબ માબાપ ધુમ્રપાન કરે છે કે નહીં તેના પર ઓછો આધાર રાખે છે; પરન્તુ તેના મીત્રો ધુમ્રપાન કરે છે કે નહીં તેના પર વધારે રાખે છે. એક પુસ્તક પ્રગટ થયું છે : "The Nature Assumption” એની લેખીકા જ્યુડીથ રીચ હેરીસ ભાર મુકીને કહે છે કે બાળકના ભવીષ્ય પર માતાપીતાની મોટી અસર પડે છે તે વાત ખોટી છે. ખરી અસર મીત્રોની પડે છે. આ બાબતે મોટો વીવાદ જગાડ્યો છે.

ગમતી કૃતીનાં કતરણ સંઘરવાનો મને શોખ. ત્યારે “સંદેશ' દૈનીકની રવીવારીય પુર્તીમાં ગુણવંતભાઈની “વીચારોના વૃંદાવનમાં' નામે કૉલમ ચાલતી. તેમાંથી તા. ૧૮ ઓક્ટોબર ૧૯૯૮ના “સંદેશ'માં પ્રકાશીત આ મુળ કતરણ હાથે ચડ્યું.. તે લેખકની પરવાનગીથી અહીં આપ સૌ માટે સાભાર...


72 of 147

તેમની વાત માનતા નહિ. એ લોકો જ્યારે તમારા જેટલી ઉંમરના હતા ત્યારે શક્ય છે કે કલ્પનામાં પણ ન આવે તેવાં લગ્નેતર પરાક્રમો તેમણે ધરાઈને કર્યા હતાં. પાછલી ઉંમરે બધાં ગાત્રો શીથીલ થઈ ગયાં પછી તેઓ આજે તમને ઉપદેશ આપવા હાલી નીકળ્યા છે. તેમને કે આ લખનારને આ બાબતે ઉપદેશ આપવાનો કોઈ જ અધીકાર નથી. જેઓ પાછલી ઉંમરે પણ યુવાની જાળવી રાખવા માગે છે તેમણે ઉપદેશહીંસાથી બચવું રહ્યું. ઉપદેશ તો ઘડપણનું કૅન્સર છે.

યુવાની તો એક દીવ્ય અને ભવ્ય નશાનું નામ છે. એ નશાની એક


72 of 244