તો ઘણાં હોય છે; પરન્તુ દાદાદાદી ઓછાં હોય છે. ડોસાડોસી બનવા માટે બે બાબતો જરુરી હોય છે. દરેક વાતે ટકટક કરવાની ટેવ સંતાનોને દુશ્મન બનાવે છે. વળી પ્રત્યેક મુદ્દા પર અભીપ્રાય કે સલાહ આપવાની કુટેવ ઘણા વૃદ્ધોને હોય છે. તેઓએ પાછલી ઉમ્મરની ઉપેક્ષા વેઠવા માટે જુવાનીમાં જ મુડીરોકાણ કરેલું હોય છે.
આજની દુનીયામાં બે શબ્દો કાને અથડાતા જ રહે છે : સૉફ્ટવેર અને હાર્ડવેર. જીવનમાં હાર્ડવેરની બોલબાલા વધી પડે ત્યારે ઘણી સમસ્યાઓ સર્જાય છે. જીવનને રળીયામણું બનાવવા માટે સૉફ્ટવેર અને હાર્ડવેર ઉપરાંત ત્રીજા શબ્દની જરુર પડે છે : “લવવેર'. લાખો વર્ષો પર માનવજીવનની શરુઆત થઈ; તોય હજી માનવજાત બડી નાદાન રહી જવા પામી છે. નાદાનીયતનો સીધોસાદો અર્થ એ જ કે પ્રેમ એટલે શું, તે ન સમજવું. આવી નાદાનીયતને કારણે જ યુદ્ધ ટક્યું છે. યુદ્ધ એટલે ઉમ્મરલાયક માનવજાતની નાદાનીયત. માનવજાતનું ઘડપણ સ્વસ્થ
છે. હું શરત મારવા તૈયાર છું કે બ્રીન્દા કરાત અને પ્રકાશ કરાત (પતી-પત્ની હોવા છતાંય) એક જ ટુથબ્રશથી કામ ચલાવતાં નહીં હોય.' બંધીયાર મન એટલે જ ઘરડું મન. મનનું ખુલ્લાપણું તો યુવાન હોવાની સૌથી તગડી સાબીતી છે. આવા એંશી વર્ષના કોઈ યુવાનને તમે મળ્યા છો ? દાદા ધર્માધીકારી આવા “યુવાન' હતા.
ગુજરાતના પ્રીય યુવાન મીત્રોને એક ખાનગી વાત જાહેરમાં કહેવી છે : જો તમારા સહજ અને સ્વચ્છ પ્રેમ સંબંધ અંગે કોઈ વડીલ, સાધુ કે ઉપદેશક પોતાના નાક નું ટેરવું ચડાવી ને ઉપદેશ આપે તો