સંતાનો સો ટકા વીનયી નહોય તો જોખમ ખેડવા જેવું નથી. અમેરીકાનાં પાણીમાં જ કંઈક એવું છે કે ડૉલર આગળ બધું જ ગૌણ બની જાય છે. માતાપીતા ઉપયોગી હોય ત્યાં સુધી ગમે છે; પણ પછી બોજારુપ લાગવા માંડે છે. અમેરીકામાં રહીને આંદામાનની સજા ભોગવતાં હજારો માતાપીતાને જ ખબર હોય છે કે રામકથામાં જવું એટલે શું. એમાં વળી બે જણાંમાંથી એક વીદાય લે ત્યારે જે પાછળ રહી જાય તેની કારમી એકલતાની કલ્પના જ થથરાવનારી છે. માબાપને વહાલથી જાળવનારાં સંતાનો પણ અમેરીકામાં જોવા મળે છે.
પૅન્શનમાં પચીસ રુપીયાનો વધારો થાય ત્યારે વૃદ્ધને હરખ થાય છે. કોઈ પણ શહેરના કોઈ પણ બાગમાં એક એવી જગ્યા હોય છે, જ્યાં થોડાક વૃદ્ધો ગપ્પાં મારતાં બેઠા હોય છે. એ જગ્યાએ થતી વાતચીત કાન દઈને સાંભળવા જેવી હોય છે. સુખી પૅન્શનરોની ભાષા જુદી પડી આવે છે. દુ:ખી પૅન્શનરોના નીસાસા પણ નોખા તરી આવે છે. ઘડપણનું સર્જન કરીને ભગવાને
સમગ્ર રશીયામાં આજકાલ ટૅલેન્ટ શોધ ચાલી રહી છે. એનું નામ છે, “પોલીટીકલ ફેંક્ટરી'. એ માટે ઠેર-ઠેર જાહેરાતો કરવામાં આવી: “અમને એવાં સુંદર અને પ્રતીભાશાળી યુવકો અને યુવતીઓની જરુર છે, જેઓ બુદ્ધીશાળી હોય અને રશીયન લોકોની જીન્દગી બદલી નાખવાની ક્ષમતા ધરાવતાં હોય.' નીકોલાઈ ટાબાશ્રીકો એ “ટૅલેન્ટ હન્ટ'ના મુખ્ય આયોજક છે. સમગ્ર રશીયામાંથી ૧૪ યુવક-યુવતીઓ પસંદ થયાં અને એમાંથી ફાઈનલ પસંદગી પામેલાં સાત યુવક-યુવતીઓને રશીયાની સંસદ માટેની ચુંટણીમાં બેઠકો ફાળવવામાં આવશે. જે પ્રતીભાશાળી