પવીત્ર બાબત ગણીને સમાજે આવકારવી જોઈએ. સમાજમાં તંદુરસ્તી જળવાઈ રહે તેવા પગલાં નથી લેવાતાં. ક્યાંક મફત ભોજન મળે છે. ક્યાંક મફત સારવાર મળે છે. ક્યાંક મોતીયાનું ઓપરેશન મફત થાય છે. ક્યાંય મૈત્રીનું અભીવાદન નથી. મુમ્બઈમાં ફ્લેટ નાનો પડે ત્યારે વૃદ્ધો જગ્યા રોકે તે બાબાત ખુંચે છે. વડીલ મૃત્યુ પામે ત્યારે થોડીક મોકળાશ થઈ એવો ભાવ સમજુ સંતાનોને પણ થાય છે. મૃત્યુની પ્રતીક્ષા કરતી વૃદ્ધ વ્યક્તીને ખબર પડી જાય છે કે પોતાના જવાથી સંતાનો રાહતનો અનુભવ કરવાનાં છે. જીવનભર જેમને માટે ઘસારો વેઠ્યો હોય તેવા લોકો પોતાના મૃત્યુની ખાનગી પ્રતીક્ષા કરે છે એવો ખ્યાલ જ મૃત્યુને ઉદ્વેગથી ભરી દેનારો છે. આવા વૃદ્ધ હોવું અને મુમ્બઈમાં હોવું, એ અભીશાપ છે.

કેટલાંય માતાપીતા એવાં છે, જેમનાં સંતાનો અમેરીકામાં સેટલ થઈ ગયાં છે. માતાપીતા વચ્ચે વચ્ચે અમેરીકાનો આંટો મારી આવે છે. ગમી જાય તો અમેરીકામાં રહેવામાં કોઈ વાંધો નથી; પરન્તુ


68 of 147

નથી; અમેરીકાની ખરી તાકાત દેશવીદેશમાંથી તકની શોધમાં ત્યાં પહોંચી ગયેલી ટૅલેન્ટ્સના જથ્થાની માવજતમાં રહેલી છે. ત્યાં ટૅલેન્ટની કદર છે.

આજકાલ રશીયામાં એક શાંત ક્રાંતી ચાલી રહી છે. વ્લાડીમીર પુટીન રશીયાના રાષ્ટ્રપ્રમુખ છે. તેઓ મોરારજી દેસાઈ જેવા શરાબવીરોધી છે. “લગે રહો મુન્નાભાઈ'ના ફીલ્મી ડાયલોગમાં પ્રયોજાયેલો શબ્દપ્રયોગ કરવો હોય તો કહી શકાય કે પુટીનના મસ્તકમાં એક “કૅમીકલ લોચો' છે, જે અત્યંત ફળદ્રુપ છે. એમની સત્તાધારી પાર્ટીનું નામ “યુનાઈટેડ રશીયા પાર્ટી' છે. પાર્ટી માટે નવું યુવાન લોહી શોધવા


68 of 244