માણસ. ચાલતો માણસ એટલે મળતો માણસ અને મળતો માણસ એટલે માણતો માણસ. પગને ચળ આવે છે કોઈક એવા ઘરે પહોંચી જવાની જ્યાં મીઠો આવકારો હોય અને ગરમ ગરમ ચાનો કપ હોય. વૃદ્ધ વ્યક્તીને બીજું શું જોઈએ? ક્યારેક પગ ન પહોંચે એટલા લાંબા અંતરે ઓટોરીક્સા પહોંચે છે. સીનીયર સીટીઝનને રેલવેમાં, વીમાનમાં અને બસમાં કન્સેશન મળે છે. ખરી જરુરત રીક્સાભાડામાં રાહત મળે તે છે. પગ ઘરની બહાર નીકળવાની છુટ આપે છે અને રીક્સા પગના માલીકને મનગમતા ઘરના ડોરબેલ સુધી લઈ જાય છે. કોઈ ખાસ કામ ન હોય તોય જેને ત્યાં જવાનું મન થઈ જાય તેનું જ નામ સ્વજન. પ્રત્યેક વૃદ્ધ કે વૃદ્ધાને સ્નેહની ભુખ કકડીને લાગે છે. પગમીત્રની મદદ ન હોય તો પથારી ભારે અળખામણી બની જાય છે.

પ્રત્યેક નગરમાં દરમહીને કોઈ બાગમાં વીધુરો અને વીધવાઓનું “મંગળમીલન' ગોઠવાવું જોઈએ. આવા મીલન સમારંભને કારણે યોજાઈ જતી મૈત્રીને


67 of 147

નવી હટૅલેન્ટ્સ સંગીતમાં, નૃત્યમાં અને માહીતીના ક્ષેત્રમાં બહાર આવી રહી છે ! જેઓ આવા શોમાં નીષ્ફળ જાય છે તેઓ પણ એકાદ-બે પૉઈન્ટને કારણે જ ઈનામ નથી પામતાં. એ નીષ્ફળતા પણ ખાસ્સી રળીયામણી છે. આજકાલ દુનીયામાં કયા દેશ પાસે યુરેનીયમનો કે થોરીયમનો કેટલો જથ્થો છે તેની ચર્ચા પરમાણુ તાકાતના સંદર્ભે થતી હોય છે. ઓસ્ટ્રેલીયા પાસે યુરેનીયમ વધારે છે. ભારત પાસે થોરીયમ વધારે છે. લગભગ એ જ રીતે દેશની ખરી તાકાત એના યુવાનોની ટૅલેન્ટના કુલ જથ્થા પર રહેલી છે. અમેરીકાની ખરી તાકાત ડૉલર


67 of 244