“હેલો' શબ્દ સંભળાય ત્યારે પથારી ખરી પડે છે અને કોઈ સ્વજનને મળ્યાનો આનંદ છવાઈ જાય છે. સંતાનોને ખાસ વીનન્તી કે એમણે કદી પોતાનાં માતાપીતાને લાંબાટુંકા અંતરના ટેલીફોન કરતાં રોકવાં નહીં અને ટોકવાં નહીં. ટેલીફોન પર લાંબી વાતો કરવી એ પ્રત્યેક વૃદ્ધ જીભને ભાવતી પ્રીય વાનગી છે. ક્યારેક ટેલીફોનની વાતચીતને કારણે દુ:ખી હૃદયને જીવતા હોવાની પ્રતીતી થાય છે.

બીજે નંબરે છાપું આવે છે. છાપાંનાં કેટલાંક પાનાં પર જે કચરો આવે તે વાંચવામાં કલાક વીતી જાય છે. જરુર પડે તો બે છાપાં બાંધવાં; પણ વૃદ્ધ વ્યક્તીને વાંચવાનું ઓછું મળે તે ન ચાલે. પથારીમાં પડેલું “અખંડ આનંદ' કે “'નવનીત-સમર્પણ' ગરમાટો આપે છે ને મનને પ્રફુલ્લીત રાખે છે. છાપાની નાની અને નકામી વીગતો પણ વાંચવી ગમે ત્યારે માનવું કે ઘડપણની સવારી આવી લાગી છે.

ત્રીજે નંબરે પગ આવે છે. ચાલતો માણસ એટલે જીવતો માણસ. ચાલતો માણસ એટલે પ્રમાણમાં તંદુરસ્ત


66 of 147

કહેલી, 'હું યુવક-યુવતીઓને કહું છું કે તમારે સેક્સ માણવી હોય તોય તમારે શરીરને કસરત દ્વારા જાળવવું જ જોઈએ.' આ વાતમાં દમ છે. એક જમાનામાં જે સ્થાન અખાડાનું હતું તે સ્થાન આજે “જીમ'નું છે. ગુટખા ખાનારો કે સીગારેટના ધુમાડા કાઢનારો કે શરાબના ગ્લાસમાં ડુબી મરનારો યુવાન પોતાની ભાવી પત્નીને વૈધવ્ય આપવામાં ઉતાવળ કરે છે. આવા લફરાંબાઝ લલ્લુઓથી યુવતીઓ સાવધ રહે તે જરુરી છે.

આજકાલ ટીવી ચેનલો પર જોવા મળતા ટૅલેન્ટ શોમાં ભાગ લેનારાં યુવક-યુવતીઓને જોઈને હૈયું હરખાય છે. કેટલીય


66 of 244