દુનીયા રચીને મસ્તીથી જીવે તેમને ભાંગી પડવાની નોબત આવતી નથી. એકાંત, મૌન અને અલગારી જીવનશૈલી એમાં મદદે આવે છે. જેઓ આપણી ઉપેક્ષા કરે તેમની ઉપેક્ષા કરવાની હઠ પાછલી ઉમ્મરની મુડી છે. મજબુરી શરીરની હોઈ શકે; મનની નહીં. લાગણીવેડા ત્યજીને સાચા પ્રેમનો મહીમા કરવાની વૃત્તી કેળવાય તો સાઠ વર્ષ પછીનું જીવન પરમ આનન્દમય બની શકે છે. આર્થીક બચત ન કરી હોય તો એ ગુનાની સજા તો ભોગવ્યે જ છુટકો. જાયે તો જાયે કહાં ?
ઘણા માણસો મરતાં પહેલાં મરી જતા હોય છે. તેઓ લાગણીવેડાને કારણે અલગારી મસ્તીના માલીક બનતા નથી. પોતાનાં દુઃખનાં રોદણાં ગાવામાં તેઓ સુખને હડસેલો મારતા રહે છે. માર્ક ટ્વેઈન સાચું જ કહે છેઃ તમે મારી સંમતિ વગર સુખી થઇ શકો નહિ.
એક્સ-રે
કોઈ પણ માણસ ગુસ્સે થઇ શકે એ તો બહુ સહેલી વાત છે પરંતુ યોગ્ય માણસ પાર, યોગ્ય સમયે, યોગ્ય માત્રા માં અને યોગ્ય હેતુસર ગુસ્સે
ઈક્વેશન્સ (દ્વીવર્ણ સમીકરણો) ઉકેલવાનું પરાક્રમ જબરી પ્રાણશક્તી માગી લેનારું છે.
માત્ર અભ્યાસ કરે તે યુવાન બોચીયો અને અભ્યાસને ભોગે કોઈની પાછળ ઘેલો થઇને ફરે તે રોમીયો ગણાય. શું બે તલવાર એક જ મ્યાનમાં સમાઈ શકે ? હા, યુવાનીનું સૌથી મોટું પરાક્રમ એ જ છે. આવાં પરાક્રમી યુવક-યુવતીઓ આપણા દેશમાં ઓછાં નથી ! કહેવાતા તપોવનમાં પણ વસંતના આગમન પર કોઈ પ્રતીબંધ હોતો નથી. વહેલી સવારે અભ્યાસ કરી લીધા પછી સાંજે મોટરબાઈક પર કોઈ બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ડેટીંગ માટે નીકળી પડવાની