ઉગતી અભીપ્રેરણા (Self-Motivation), સમભાવ અને સામાજીક કુશળતા પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. ડેનીયલે તો આ પુસ્તકમાં એક આખું પ્રકરણ 'The Emotional Brain' પર લખ્યું છે. પાછલી ઉમ્મરે માણસની લાગણી લુલી પડે તો લાગણીવેડા વધી પડે. કહેવતનું મુળ લાગણીવેડામાં રહેલું છે. વણજોઈતો ક્રોધ થઈ જાય છે. વણજોઈતી નીરાશાને કારણે આંસુ અમથાં વહેવા માંડે. વીયોગ અસહ્ય બને છે. વગર કારણે ઓછું આવી જાય છે. આવું બને ત્યારે સ્વજનોને લાગે છે કે “સાઠે બુદ્ધી નાઠી.' એમનો પણ વાંક નથી.

જેઓ જાગ્રત છે, તેઓ ગમે તેટલી મોટી ઉમ્મરે પણ આવી મશ્કરીથી બચી શકે છે. પાછલી ઉમ્મરે માણસ કોમળતા, ત્રકજુતા, માધુર્ય અને મમત્વ ઝંખે છે. યુવાન વયે પણ એની ઝંખના તો એવી જ હોય છે; પરન્તુ ઝંખના અધુરી રહે તોય એ ટકી રહે છે. પાછલી ઉમ્મરે એ ટકી રહેવાને બદલે ભાંગી પડે છે. જેઓ પોતાની


63 of 147

છે અને ગોલ્ડ મેડલ મેળવવા આતુર છે. એ એક યુવતીના પ્રેમમાં પડે છે અને ગોલ્ડ મેડલ ગુમાવે છે. આજનો પ્રત્યેક યુવાન લુઈશામ છે.

અદમ્ય વીજાતીય આકર્ષણ તો યુવકયુવતીનો વીશેષાધીકાર છે. એવા પ્રકૃતીદત્ત આકર્ષણની નીંદા કરનારાં વડીલોનું ખરું સ્થાન મ્યુઝીયમમાં જ હોઈ શકે. સહજ આકર્ષણમાંથી પ્રગટેલો પ્રેમ આ દુનીયાનું જીવનદ્રવ્ય છે. એ પ્રેમ ફટકીયાં મોતી જેવો નહીં; પણ સો ટચના સોના જેવો હોય તો બેડો પાર ! કોલેજીયનની અકથ્ય પીડા એ છે કે પ્રેમમાં ગરકાવ થયેલું ચીત્ત અભ્યાસમાં પરોવાતું નથી. આ સાઈમલટેનીયસ


63 of 244