માતાપીતા હોય છે, જેમણે પોતાના રોગી દીકરાની ચાકરી કરવી પડે છે. ઘણા માણસો માંદગીપ્રીય હોય છે. તેઓ જીવન પ્રત્યેના નકારાત્મક અભીગમને કારણે પોતાની માંદગીને મહોબ્બત કરી બેસે છે. માંદગી કેવળ શરીરની નથી હોતી. ઘણીખરી માંદગી મનની હોય છે. જે રોગને મનનો ટેકો નથી હોતો તે રોગને શરીર પણ ખદેડી મેલે છે. થોરો કહે છે કે માણસે ઈરાદાપુર્વક જીવવું જોઈએ. ઘણા માણસો મરવા વાંકે જીવતા હોય છે.

સાઠ વર્ષે માણસની બુદ્ધીકક્ષા (I.Q.) ઘટતી નથી; પરન્તુ એક વાત જરુર બને છે. એની ઈમોશનલ ઈન્ટલીજન્સ એની બુદ્ધી કરતાંયે વધારે ઝગારા મારતી થાય છે. ડેનીયલ ગોલમેનનું પુસ્તક “ઈમોશનલ ઈન્ટલીજન્સ' સૌએ વાંચવા જેવું છે. “ન્યુયૉર્ક ટાઈમ્સ'ની બેસ્ટસેલર યાદીમાં મહીનાઓ સુધી તે ટકી રહ્યું. ડેનીયલ કહે છે કે ઈમોશનલ ઈન્ટલીજન્સમાં “સ્વ' પ્રત્યેની સભાનતા, લાગણીનું નીયમન, ઉત્સાહ તથા સન્નીષ્ઠાનું મહત્ત્વ છે. આ ઉપરાન્ત અન્દરથી


62 of 147

કૅમ્પસ પર લીલાંછમ વૃક્ષો વચ્ચે અટવાતું સુકુંભઠ્ઠ યૌવન દયનીય છે. કૅમ્પસ પર હરતુંફરતું યૌવન બે પરસ્પર વીરોધી ખેંચાણો વચ્ચે સતત ચીસ પાડતું રહે છે. એ ચીસ કુલપતીશ્રીને, પ્રાધ્યાપકોને અને માતાપીતાને ઝટ સંભળાતી નથી. એક બાજુએ અદમ્ય આકર્ષણમાંથી જન્મેલી પ્રેમની મધુર પીડા છે. બીજી બાજુએ હરીફાઈની તાણમાંથી જન્મેલી કૅરીયરની અમધુર તાણ છે. આ વાતમાં પુરી સમજણ પડે તે માટે પ્રત્યેક કૉલેજીયને એચ. જી. વેલ્સની નવલકથા “લવ એન્ડ મીસ્ટર લુઈશામ' અવશ્ય વાંચવી. યુવાન લુઈશામ કૉલેજમાં ભણે


62 of 244