આનન્દથી છલકાવી દે છે. સાઠ વર્ષના આદમીને એક લાડકું વ્યસન અને એક ખાનગી લત(Passion) હોય તે ખુબ જરુરી છે. આપણું સ્વ-રાજ્ય બીજાને હવાલે ન કરવું પડે તે માટે થોડી ખુમારી જાળવી રાખવી પડે. ઉમ્મર વધે તે સાથે બુદ્ધી ઘટે તોય સમજણ ન ઘટે, તેની કાળજી રાખવી પડે. વેદના ત્રષીને ઘડપણ જરાયે સતાવતું નથી. ઈશાવાસ્ય ઉપનીષદમાં પણ “કર્મ કરતાં રહીને સો વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની' વાત થઈ છે. લાંબું જીવવાની ઈચ્છા ન હોય એવા ઢીલા માણસને રોગ જલદી વળગતા હોય છે. કેટલાક રોગો એવા છે, જેઓ માણસની મરજી વગર શરીરમાં પ્રવેશતા નથી. તેઓ કદી પણ આમંત્રણ વગર નથી આવતા. રોગને પણ સ્વમાન હોય છે. ક્યારેક કોઈ રોગ ભુલથી આવી ચડે ત્યારે જો તેની આગતાસ્વાગતા બરાબર ન થાય તો ઝટ ભાગી જાય છે. જે માણસ પોતાના આરોગ્યની કાળજી ન રાખે તેને ઘડપણ ખુબ જ કનડે છે. એવાં કેટલાંય તન્દુરસ્ત
થવા માટે પ્રત્યેક દીવસને માંજીને સ્વચ્છ અને ચળકતો કરવો રહ્યો. સમય વેડફે તે માણસ જીવન વેડફે છે. આ કંઈ એલોપથી, હોમીયોપથી કે નેચરોપથીની વાત નથી. આ તો “જીવનપથી'ની વાત છે. જીવન ઉત્સવ બને તો મૃત્યુ મહોત્સવ બને.
* યુવાનીમાં કરવા જેવા નશાઓ *
કૉલેજમાં ભણવાનાં વર્ષો દરમીયાન પ્રત્યેક યુવાનને મળતો મનગમતો અને થનગનતો સમયખંડ જીવનમાં એક જ વાર પ્રાપ્ત થાય છે. આપણા દેશની સૌથી ખતરનાક સમસ્યા કઈ એમ જો મને કોઈ પુછે તો કહું : “સડેલું યૌવન'. કૉલેજના રળીયામણા