મન થાય છે; લશ્કરી ઓફીસરને પોતાની કેરીયરમાં કઈ કઈ ધાડ મારેલી તેની વાતો સાંભળનારનો કેડો ન છોડવાની વૃત્તી થાય છે. વાતો કરનારને બદલે વાતો સાંભળનાર ગમવા માંડે, ત્યારે જાણવું કે સાઠ વર્ષ વીતી ગયાં.

સાઠ વટાવ્યા પછી બીનસલામતીનો અનુભવ પણ ઘણા લોકોને થાય છે. મૃત્યુ નજીક આવતું જણાય છે. રોગની શક્યતા ડોકીયું કરતી રહે છે. વીધુર કે વીધવા થવાની નોબત પણ રોકડી જણાય છે. પરાવલમ્બન વધતું જણાય તેથી મજબુરીને કારણે સ્વમાન ભંગ ન થતો હોય તોય મન આળું બની જાય છે. ક્યારેક નકારાત્મક અભીગમ અપનાવાઈ જાય છે. નીન્દાકુથલી વહાલાં લાગવા માંડે છે. બધું બગડવા બેઠું હોય તેવી વાતો સ્વાદીષ્ટ લાગવા માંડે છે. જુનો જમાનો આપોઆપ ભવ્ય જણાય અને આજનો જમાનો પતીત જણાય ત્યારે અચુક જાણવું કે સાઠ વર્ષ વીતી ગયાં છે.

કેટલાક સમજુ માણસો ઉપર જણાવેલી પીડાઓથી આબાદ બચી જઈને સાઠ પછીનાં વર્ષોને સહજ


60 of 147

જેવી ગોળી ગળી અધ્ધરતાની અનુભુતી કરવામાં કશું ખોટું નથી. સંતાનોને કહી રાખવું કે નાકમાંથી ઓક્સીજનની નળી કાઢી લેવી અને ચક્ષુદાન અને શક્ય હોય તો કીડનીદાન કરવાનો આગ્રહ રાખવો. સંતાનોએ મરણોન્મુખ માતા કે પીતાને પ્રણામપુર્વક કહેવું કે :'હે જીવ ! રામજીનું રોકેટયાન તમારે માટે તૈયાર છે. તમારી અવકાશયાત્રા હવે શરુ થવાની તૈયારીમાં છે. તમને શાશ્વત શાંતી પ્રાપ્ત થાઓ.' વીદાય પ્રાર્થનાયુક્ત હોય તેથી રુડું શું ?

કોઈ કલાકાર પોતાની કલાકૃતી પુર્ણ કરતી વખતે જે પ્રસન્નતા પામે તેવી પ્રસન્નતા સાથે વીદાય


60 of 244