કહેવતમાં કંઈ તથ્ય ખરું ? સાઠ વર્ષ પુરાં થયાં પછી સ્વાનુભવે કહેવા ઈચ્છું છું કે આ કહેવતમાં ખાસ્સું તથ્ય રહેલું છે. આવું કહેવામાં કોઈ નમ્રતા-બમ્રતા નથી; કેવળ હકીકતનું બયાન છે.

થોડીક કબુલાતો કરવા જેવી છે. સાઠ વટાવનારા આદમીની બાયો-કૅમીસ્ટ્રી કે પછી માનસીકતા બદલાતી હશે ? કેટલાક ફેરફારો અવશ્ય અનુભવવા મળે છે. જે ફેરફારો થાય તે માણસે માણસે જુદા હોવાના. એક લક્ષણ ખાસ ઉપસી આવતું જોવા મળે છે. સાઠ પછી આત્મશ્લાઘા પ્રત્યેનું આકર્ષણ ખુબ જ વધી જતું જણાય છે. જુની જાહોજલાલી આથમી ગઈ હોય છે. ઓફીસ છુટી ગઈ હોય છે. નીવૃત્તી પછીનો ખાલીપો વીકરાળ બની જતો જણાય છે. ગાત્રો થોડાંક શીથીલ બનતાં જણાય છે. વગર કારણે મનમાં થોડું ઓછું આવી જાય છે. જે કોઈ કમી જણાય છે તે આપવખાણ દ્વારા પુરી કરવાનો લોભ થઈ જાય છે. લેખકને રૉયલ્ટી અંગે ડંફાસ મારવાનું મન થાય છે; રાજકારણીને પોતા વટની વાતો કરવાનું


59 of 147

બાકી આપણા બે પગ આપણા બે ડૉક્ટરો છે. નીયમીત કસરત એ જ આપણા હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમીયમ છે. મનની શાંતી માટે ધ્યાન કરવું એ જ તાણગૌરીથી બચવાનો ખરો ઉપાય છે. રોગનું ચડી વાગે ત્યારે એન્ટીબાયોટીક દવા લેવામાં અપરાધભાવ રાખવાની જરુર નથી. વારંવાર ડૉક્ટરને ત્યાં જવું પડે એ અધુરા જીવનની નીશાની છે. બાબા રામદેવની શીખામણ શાણી છે. આયુર્વેદને આપણે ત્યાં ઉપવેદ કહ્યો છે.

પ્રત્યેક વૃદ્ધ વ્યક્તીએ સંતાનોને કહી રાખવું જોઈએ કે અંતકાળ નજીક જણાય ત્યારે પ્રાર્થનામંત્રોની કેસેટ ચાલુ કરવી. તે ક્ષણે એલ.એસ.ડી.


59 of 244