“ધ પેન ડીક્શનરી ઓફ કૉન્ટેમ્પરરી કવોટેશન્સ' છે. એમાં મહાત્મા ગાંધી, નેહરુ અને ઈંદીરા ગાંધીનાં અવતરણો પણ છે. મારા ગામ રાંદેરના દોડવીર ઝીણાભાઈ નાવીકનું એક વીધાન આવા આંતરરાષ્ટ્રીય સ્તરના પુસ્તકમાં વાંચવા મળ્યું. અમારા ઝીણાકાકાનું વીધાન આ પ્રમાણે છે:
“તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ;
તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.'
* સાઠે બુદ્ધી નાઠી *
કોઈ પણ જાતના પ્રયત્ન વગર પણ વૃદ્ધી પામે તે ઉમ્મર. ઘણાખરા માણસોના જીવનમાં ઉમ્મર સીવાય બીજું કશુંય વૃદ્ધી પામતું નથી. મોટી ઉમ્મરનો આંકડો અળખામણો લાગે છે, સાઠ વર્ષની ઉમ્મરનો કોઈ માણસ કોઈ બફાટ કરે ત્યારે ઘણુંખરું એની ગેરહાજરીમાં એક વાક્ય ઓરડાના અવકાશમાં ફંગોળાય છેઃ “સાઠે બુદ્ધી નાઠી.' આ કહેવત જરુર કોઈ સાઠ વર્ષથી નાની ઉમ્મરના માણસે પાડી હોવી જોઈએ. આટલી સાચી કહેવત વહેતી મુકવાનું સાઠની ઉમ્મર વટાવી ગયેલા આદમી માટે શક્ય જ નથી. આટલી આકરી
ત્યારે એ હૉસ્પીટલ એટલી તો સ્વચ્છ, સુઘડ અને સુંદર હોવી જોઈએ કે દરદી પ્રસન્નતા પામે.
ફ્રાંસનો ક્રાંતીપુરુષ વોલ્ટેર કહે છે : “જ્યારે કુદરત રોગને દુર કરી રહી હોય ત્યારે દવા ખાવાની કળા દરદીને મોજમાં રાખનારી છે.' ભ્રષ્ટાચારમાં આળોટતા કેટલાય ડૉક્ટરોએ ધોળે દહાડે લુંટવામાં કંઈ બાકી નથી રાખ્યું. પ્રામાણીક ડૉક્ટરને અડધો સંત જાણવો. પ્રસન્ન નર્સને અડધી સાધ્વી જાણવી. આઈન્સ્ટાઈન કહે છે : “બે તત્ત્વો કુદરતમાં કોમન છે, એક છે હાઈડ્રોજન અને બીજું તત્ત્વ તે મુર્ખતા' ભારતમાં દરદીઓની મુર્ખતા અનંત છે.