થોડુંક નુકસાન થાય છે. મેલું મન શરીરમાં મેલ દાખલ કરે તેને રોગ કહે છે.
થોડાક સમય પર હું અકથ્ય મનોયાતનામાંથી પસાર થયો. પહેલી અસર મારી ચામડી પર પડી. બીજી અસર વાળ પર પડી, ત્રીજી અસર પાચનક્રીયા પર પડી અને ચોથી અસર મારી ઉંઘ પર પડી. ખલેલમુક્ત મન વગર ખલેલમુક્ત શરીર શકય જ નથી. દીનચર્યા આપણી સ્વપ્નચર્યા(ઉંઘ)ની ગુણવત્તા નકકી કરતી હોય છે. આત્મવંચના પણ આત્મહત્યાનો જ એક પ્રકાર છે. મંથરાનું મન મેલું હતું તેથી એને કુબ્જા કહી છે. કુબ્જા રામાયણમાં પણ મળે અને મહાભારતમાં પણ મળે. મહાભારતની કુબ્જા કૃષ્ણને શરણે ગઈ તેથી ધન્ય થઈ. એ કંસની દાસી હતી; પણ એનું મુખ કૃષ્ણ ભણી હતું. કૈકેૈયીની દાસી અને કંસની દાસી વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે. આપણે કોને અનુસરવું તે આપણા હાથમાં છે.
: પાઘડીનો વળ છેડે :
મારા હાથમાં અત્યારે જોનાથન ગ્રીન દ્વારા સંપાદીત સુંદર સુવાકયોનું પુસ્તક
નેચરોપથી અને તીબેટી ચીકીત્સા પદ્ધતીના ડૉક્ટરોએ પણ હવે સ્થેટોસ્કોપ, બ્લડપ્રેશરયંત્ર, બ્લડટેસ્ટનાં પરીણામો અને એક્સ-રે તથા કાર્ડીયોગ્રામ દ્વારા થયેલાં પરીક્ષણોનો સ્વીકાર કરી લેવો રહ્યો. લોકોએ એલોપથીની દવાઓ સંકટ સમયની સાંકળ તરીકે ન છુટકે જ લેવી જોઈએ. વાતે વાતે ગોળીઓ ગળવાનું ટાળવું જોઈએ. જે ડૉક્ટર પાસે સ્મીત ન હોય અને દરદી માટે બે હુંફાળા શબ્દ ન હોય તેને ત્યાં જવામાં માલ નથી. સારવાર કેવળ શરીર નથી માગતું; મન પણ માગે છે. હૉસ્પીટલમાં જવું જ ન પડે તે રીતે જીવવું; પરંતુ જવું પડે