આયુષ્યની શકયતા વધારે છે. આપણી પરંપરામાં આયુર્વેદને ઉપવેદનો દરજ્જો મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહસ્ય પ્રગટ થયું. આયુષ્ય પ્રત્યેની બેદરકારી સ્વસ્થ આદમીનું લક્ષણ નથી. દ્વેષ રોગજનક છેં. ઈર્ષ્યા રોગજનેતા છે. દગાબાજી કરનાર પોતાના મન પર બહુ મોટું દબાણ વેઠે છે. એ દબાણ શરીરને અસર કરે છે. એનું મજ્જાતંત્ર (નર્વસ સીસ્ટમ) બળવો પોકારે છે. આપણા પર કોઈ ભરોસો મુકીને બેઠું હોય અને આપણે શરમ નેવે મુકીને વર્તીએ ત્યારે આપણું સમગ્ર વ્યક્તીત્વ હચમચી ઉઠે છે. આવું બને ત્યારે શરીર લથડે છે. તન, મન અને માંહ્મલા વચ્ચેનો સુમેળ હોય ત્યારે રોગનું સ્વમાન હણાય છે; એ આપણને છોડીને ચાલી નીકળે છે, અથવા આવવાનું ટાળે છે. શરીરના વ્યાપારો સ્થુળ હોય છે, મનના વ્યાપારો સુક્ષ્મ હોય છે અને માંહ્યલાનું શાસન તો અતીસુક્ષ્મ હોય છે. દગાબાજીથી મોટું કોઈ પાપ નથી. પાપ તેને કહેવાય જે જીવન ખોરવી નાખે. મનમાં હોય તે કહી દેવામાં
સમજણ વીના એલોપથીને વગોવતા રહે છે. દાક્તરી ક્ષેત્રમાં અંધશ્રદ્ધાનો કોઈ પાર નથી. એક્યુપ્રેશર કરી આપનાર પોતાને ડૉક્ટર ગણાવે એમાં જોખમ રહેલું છે. એ જ રીતે કુદરતી ઉપચાર પદ્ધતીની પુરતી તાલીમ લીધા વીના દરદીઓને સારવાર આપવામાં, “નીમહકીમ, ખતરેમેં જાન' જેવું રોકડું જોખમ છે. હોમીયોપથીની દવા પણ ક્યારેક અકસીર સાબીત થતી સાંભળી છે; પરંતુ ટાઈફોઈડ થયો હોય ત્યારે બ્લડ ચેક કરાવીને એલોપથીની દવા લેવી સારી! માનવજાતી પર એલોપથીના ઉપકારો અનંત છે.
આયુર્વેદ, યુનાની, હોમીયોપથી,