નીખાલસ મનના માણસનું મન નીરોગી હોવાની સંભાવના (પ્રોબેબીલીટી) વધે છે. મનના મેલની શરીરમાં ટ્રાન્સફર થાય ત્યારે લોકો રોગી શરીરને જુએ છે; મનને સમજવાનું ચુકી જાય છે. ક્રીકેટનો સ્કોર ગણનારો કે ફુટબોલની રમતના ગોલ ગણનારો કદી પોતાની જાતને પુછતો નથી કે હું આજે કેટલીવાર ખાલી ખાલી જુઠું બોલ્યો ? પ્રત્યેક નાનું જુઠ માણસની ભીતરમાં એક પ્રકારનો માઈક્રો-લય તોડે છે. હરામની કમાણી કરનાર પણ અંદરથી બધું સમજે છે. માંહ્યલો એને અનુમતી આપતો નથી. ફેન્ચ વીચારક એલેક્સી ડૅરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: “ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ તને માફ નહીં કરે.' માણસનું વ્યકતીત્વ મનોશારીરીક છે.

હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું . ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને “પ્રામાણીકતા- ઉપચાર પદ્ધતી' કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા


55 of 147

યાદી લાંબી થવા જાય છે. આયુર્વેદનું ભવીષ્ય એના ભુતકાળ જેટલું જ ઉજ્જવળ છે. આમ છતાં હૃદયરોગનો હુમલો થાય ત્યારે આયુર્વેદાચાર્યોને પણ આઈ.સી.સી.યુ.માં દાખલ થવું પડે છે. કેન્સરનું નીદાન થાય પછી વૈદરાજ પાસે ન જવાય. મોરારજી દેસાઈ શીવામ્બુના ઉપચાર માટે વધારે પડતા ઉત્સાહી હતા અને એનાથી કેન્સર પણ મટે એવો દાવો કરતા હતા. એ દાવો સાવ પોકળ હતો. જેને લોકો ઓલ્ટરનેટીવ મેડીસીન કહે છે તે અંગે અતીશયોક્તીભર્યા દાવા કરવાનું બહુ ચાલ્યું છે. એમાં શ્રદ્ધા ધરાવનાર લોકો કોઈ પણ જાતની વૈજ્ઞાનીક


55 of 244