ફેફસાંનો સંકોચ વીસ્તાર પામે છે. ઈરાદાપુર્વક ઉંડા શ્વાસ લેવામાં પૈસા બેસતા નથી. રાત્રે પથારીમાં પડતી વખતે થાકનું નામનીશાન ન હોય ત્યારે ઉંઘ કાલાવાલા કરાવે છે. આંખને થાક ન લાગે તેવા આશયથી ઘણા લોકો વાંચવાનું પણ ટાળે છે. અમથા ઉજાગરા કરવામાં ઉંઘનું અપમાન થાય છે. મોડા ઉઠવામાં સુર્યનું અપમાન થાય છે. રાતે મોડા સુવામાં અંધારાનું અપમાન થાય છે. જીવનનો લય સુર્ય સાથે જોડાયેલો છે. પક્ષીઓ સુર્યની આમન્યા રાખે છે. માણસો નથી રાખતા. ઉંઘ અને રોગમુકતી વચ્ચે કલ્પી ન શકાય તેવો અનુબંધ છે. થાકવૈભવ વગર ઉંઘવૈભવ ન મળે અને ઉંઘવૈભવ વગર તાજગીવૈભવ ન મળે. વાસી ચહેરો લઈને ફરવામાં જીવનનું અપમાન થાય છે.

રોગનાં મુળીયાં મનના પ્રદેશમાં રહેલાં જણાય છે. હરામની કમાણી રોગની આમંત્રણપત્રીકા બની રહે છે, - એવું કોણ માનશે ? નાની મોટી છેતરપીંડી કરનાર માણસ રોગની શક્યતા વધારે છે, એવું કોણ માનશે ?


54 of 147

હળદર અને લીમડા જેવી અસંખ્ય અસરકારક ઔષધીઓના ઉપચારોનો ખજાનો છે. પશ્ચીમમાં આયુર્વેદની બોલબાલા વધતી જ જાય છે. અરડુસીમાંથી ગ્લાયકોડીન બને છે. વીલો નામના વૃક્ષની છાલમાંથી એસ્પીરીન બને છે. હૃદયરોગ માટે સાદળનાં પાવડરમાંથી બનતું ઔષધ અર્જુનારીષ્ટ અકસીર સાબીત થયું છે. સીંકોન (ક્વીનીન) નામની વનસ્પતીમાંથી બનતી દવા ક્લીનીડીન હૃદયના ધબકારાને સખણા રાખવા માટે ઉપકારક છે. એ જ રીતે ડીજીટાલીસ કોર્પોરા (ધંતુરા)માંથી બનતી ડીકોક્ષીનની ગોળી હૃદયની પંપીંગ ક્રીયા માટે અકસીર ગણાય છે. આ


54 of 244