હળવા હલનચલન દ્વારા શરીરને છુટું કરી શકે. ઓફીસની ખુરશીમાં કલાકો સુધી બેસી રહેનાર કર્મચારી, લગભગ પોટલું બનીને ચરબી એકઠી કરતો રહે છે. કેટલીય ગૃહીણીઓ લગભગ પીપ જેવી બનીને મજુરણને દબડાવતી રહે છે. હાડકું નમાવવું જ ન પડે તેવી દીનચર્યા અને ઘરચર્યા બ્લડપ્રેશરને આમંત્રણ આપે છે. કોઈ ખેતમજુરને ડાયાબીટીસ થતો નથી. ડાયાબીટીસ કાયમ સુખસગવડથી શોભતું, માલદાર ઘર શોધે છે. મોટરગાડી અને સ્કુટરના પૈંડાએ આપણી પાસેથી પગનું ગૌરવ છીનવી લીધું છે. બાળકો પણ સાઈકલને બદલે મૉપેડ દોડાવતાં થયાં. નાની વયે હૃદયરોગ થાય તેની તૈયારીઓ થઈ રહી છે. ઘણાખરા રોગોના મુળમાં પગનો ગૌરવભંગ રહેલો છે.
માણસ જે ખાવું જોઈએ તે નથી ખાતો અને જે પીવું જોઈએ તે નથી પીતો. એને કયારે ખાવું અને કેટલું ખાવું તેનું ભાન નથી. લગ્નના રીસેપ્શન વખતે પાંચસાત જાતની મીઠાઈઓ હોય છે અને તળેલી વાનગીઓની ભીડ
થયા. આવો જાદુ આયુર્વેદ કે હોમીયોપથી ન જ કરી શકે. ઝેરી મલેરીયા થાય ત્યારે સુદર્શન ચુર્ણ કામ ન લાગે. એલોપથી પાસે માઈક્રોસ્કોપ છે, એલોપથી પાસે બ્લડ પ્રેશર માપવાનું સાધન છે, એક્સ-રે છે, કાર્ડીયોગ્રામ છે, સ્થેટોસ્કોપ છે, કૃત્રીમ શ્વાસોચ્છ્૪ાસની તકનીક છે, ડાયાલીસીસ માટેનું મશીન છે, હૃદયમાં મુકી શકાય તેવો વાલ્વ છે અને બ્લડ ટેસ્ટ કરવા માટેની લેબોરેટરી છે. એલોપથી પાસે તત્કાળ રાહત આપનારી પેઈન કીલરની ગોળીઓ છે. ઓપરેશન માટે ક્લોરોફોર્મ અને લોકલ એનેસ્થેટીક માટેનું ઈન્જેક્શન છે. એલોપથીની દવા