કંપનીને વફાદાર હોય છે. હૃદયરોગનો હુમલો થાય ત્યારે માણસનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. હું એવું તે કેવું જીવ્યો કે મારું હૃદય મારાથી હારી બેઠું ? પ્રત્યેક હૃદયને સ્વમાન હોય છે. માલીક હદ વટાવે અને ખાવાપીવામાં કે હરવા ફરવામાં ભયંકર બેદરકારી બતાવે ત્યારે હૃદય બળવો પોકારે છે. હૃદયરોગ મફતમાં નથી મળતો. એને માટે વર્ષો સુધી તૈયારી કરવી પડે. હૃદયરોગ એટલે અપમાનીત હૃદયનો હાહાકાર ! રોગ એટલે જીવનલય તુટે તેની શરીરે ખાધેલી ચાડી.

ડૉક્ટર ન હોય તેવા સમજુ માણસને કેટલી બાબત જડે છે : “સમજનેવાલે સમજ ગયે હૈ, ના સમજે વો અનાડી હૈ.”

પહેલી વાત તો એ કે તંદુરસ્ત રહેવા માટે વ્યાયામ અત્યંત જરૂરી છે. આજનો કહેવાતો એક્ટીવ માણસ પણ વાસ્તવમાં બેઠાડુ હોય છે. ટી.વી. પર ક્રીકેટ મેચ જોનાર એક સાથે કેટલા કલાકો છાણના પોદળાની માફક બેઠેલો રહ્યો ! પ્રત્યેક ઓવરને અંતે એ પોદળો ઉભો થઈને


51 of 147

વર્ષમાં માણસને ડરાવવામાં આવ્યો : “એ એન્ટીબાયોટીકની પ્રતીક્રીયા જબરી છે. અલ્યા સાંભળ : આ હર્બલ દવા મુળીયાંમાંથી બની છે તે સારી રહેશે.' ચાર હજાર વર્ષોનો આ ચકરાવો મુળીયાંથી શરુ થયો ને મુળીયાંમાં પુરો થયો.

લોકો એલોપથીને ગાળો ભાંડતા જાય છે અને એલોપથીની જ સારવાર લેતા જાય છે. ફ્લર્ટીંગ કરતી વખતે માણસ બ્રહ્મચર્યની પ્રશંસા કરતો રહે તેવી વીચીત્ર આ વાત છે. કુદરતી ઉપચાર કેન્દ્રના સંનીષ્ઠ સંચાલક ઘુંટણના દુખાવાથી પીડાતા હતા. ઓપરેશન દ્વારા “ની- રીપ્લેસમેન્ટ' કરાવ્યું. પછી તેઓ સડસડાટ ચાલતા


51 of 244