કારની નેઈમ- પ્લેટ પર અમુક આંકડા આવે તે માટે લોકો રુશ્વત આપે છે અને રાહ જુએ છે. સીઝેરીયન ઓપરેશન શુભ દીવસે અને શુભ મુહુર્તમાં થાય તેવી ગોઠવણ કરવામાં ભણેલા લોકો અભણ લોકો કરતાં ખાસ આગળ છે.

પ્રત્યેક ક્ષણને પવીત્ર ગણે તે ખરો ભક્ત અને પ્રત્યેક ક્ષણને સરખી ગણે તે સાચો નાસ્તીક ગણાય. 13નો આંકડો અશુભ ગણાય તેવું ક્યા મહામુર્ખે કહ્યું છે ? મારા દીકરાએ મુંબઈના બહુમાળી મકાનમાં હઠપુર્વક તેરમો માળ પસંદ કર્યો હતો. મારી દીકરીનાં લગ્ન કમુરતામાં થયાં હતાં. હીન્દુઓ શુભ મુહુર્ત જોવડાવવાનું તુત ક્યારે છોડશે ? અમાસને દીવસે ટ્રેનના ડબ્બાઓમાં ઓછી ભીડ હોય એવું શા માટે ? મારા દીકરાની લગ્નવીધી પણ મારાં (વીધવા)મોટાં બહેને કરાવી હતી. દેશી કૅલેન્ડરનાં ખાનાંમાં વીચીત્ર શબ્દો વાંચીને મન વીચારે ચડી જાય છે. વીંછુડો બેસે એટલે શું ? સંકટચોથ એટલે શું ? પંચાંગ પ્રમાણે બધી તીથીઓ સાથે જોડાયેલી વીધીઓ પ્રમાણે જીવવાનું


47 of 147

તો ત્યાં સુધી કહે છે કે “ઓમ" સંજ્ઞામાં પણ મીથુનત્વ “સંતુષ્ટ' છે. બે “મળેલા જીવ' ઘર માંડીને રહે તે ઘટના એટલી તો પવીત્ર છે કે એમને અગ્નીના ટેકાની ઝાઝી જરુર નથી. આપણે એવો સમાજ રચી બેઠા છીએ કે જ્યાં પ્રસન્ન યુગલત્વ હજી માંડ પ્રગટે ત્યાં તો ક્રોંચવધ થવાની શક્યતા વધી જાય છે. હજી આપણે રામાયણ-યુગમાં જ છીએ ! જ્યાં જ્યાં પંચવટી હોય અને રામ-સીતાનું યુગલત્વ મુક્તપણે વીહાર કરતું હોય ત્યાં કોઈને કોઈ રીતે ભયાનક રાવણત્વ પહોંચી જાય છે. આ વાતમાં કોઈ શંકા હોય તો રોજ રોજ અખબારોની


47 of 244