કરુણાનીધીના નીવાસ ગોપાલપુરમાં સાંઈબાબાની પધરામણી થઈ ત્યારે મુખ્ય પ્રધાનની પત્ની દયાલુ અમ્માલે બાબાનાં ચરણોમાં દંતવત્‌ પ્રણામ કર્યાં અને સ્વજનો વચ્ચે બાબાની હથેળીમાં પ્રગટ થતી ચમત્કારી વીંટી મેળવવા માટે પડાપડી થઈ હતી.

આપણા સમાજને 'લક્ષચંડી' યજ્ઞની નહીં; “નસબંદી' યજ્ઞની જરુર છે. દેશની ગરીબી બચરવાળ છે તેથી વીકાસદર વીકાસડરમાં ફેરવાઈ જાય છે. ખાલી પેટ અને ભરેલાં ગર્ભાશયોની સંખ્યા વીકરાળ છે. નવાં મંદીરો બંધાય છે; પણ નવાં સંડાસો તૈયાર થતાં નથી. ટીવી પર બધી ચેનલો અંધશ્રદ્ધા પીરસતી રહે છે. ક્યારેક ગ્રહદશાની ચર્ચા થાય છે, તો ક્યારેક રુદ્રાક્ષની માળાનો મહીમા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, જ્યોતીષશાસ્ત્ર ફેંગશુઈ અને વળી ટેરોટનાં પાનાં પરથી ભવીષ્ય ભાખવામાં ગપ્પાંબાજીને ચાર ચાંદ લાગી જાય છે. જયલલીથા પોતાના નામમાં એક અક્ષર ઉમેરાય તેવું કરીને ન્યુમરોલૉજી સાથે જોડાયેલી અંધશ્રદ્ધાને દૃઢ કરે છે. નવી ખરીદેલી


46 of 147

એક વીરાટ મેન્ટલ હૉસ્પીટલ જેવો બની રહે છે. આવા રુગ્ણ સમાજમાં પ્રસન્ન યુગલત્વ તીર્થસ્વરુપ બની રહે છે. એવું યુગલત્વ કાયમ અગ્નીની સાક્ષીએ થયેલાં લગ્નબંધનનું ઓશીયાળું નથી હોતું. લગ્ન પવીત્ર હોય કે ન પણ હોય; પરંતુ પ્રેમ તો પવીત્ર જ હોવાનો ! માણસ અનેક વાર લગ્ન કરી શકે; પરંતુ સો ટચનો પ્રેમ તો કેવળ એક જ વાર કરી શકે છે.

પ્રેમ પરમેશ્વર છે અને પરમેશ્વર એક જ છે.

એકવીસમી સદીમાં યુગલત્વ કેન્દ્રસ્થાને હશે. છાંદોગ્ય ઉપનીષદના પ્રારંભે જ મીથુનત્વ(જોડકું)ની પ્રતીષ્ઠાપના થઈ છે. ત્રષી


46 of 244