ઘરેથી ભાગી ગયેલા અને અનેક વાર જેલભેગા થયેલા.

“લગે રહો મુન્નાભાઈ!”

તા. ૧૨ નવેમ્બર, ૨૦૦૬ના '“દીવ્ય ભાસ્કર' દૈનીકની રવીવારીય પુર્તી “રસરંગ'માંથી સાભાર..

* સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અંધશ્રદ્ધાનાં જાળાં *

અમીતાભ બચ્ચન જેવો મહાન અભીનેતા આટલો અંધશ્રદ્ધાળુ હોઈ શકે ? પુત્રવધુ એશ્વર્યાને મંગળ ન નડે તે માટે અભણ માણસો કરાવે તેવી ધાર્મીક વીધીઓ બચ્ચન પરીવાર કરાવે ત્યારે દેશના કરોડો માણસોને શી પ્રેરણા મળશે ? અમીતાભ છીંક ખાય તોયે સમાચાર બની જાય તેવો મોભો તે ધરાવે છે. વીજ્ઞાન અને ટૅકનૉલૉજી તરફથી મળતા બધા જ લાભો પામ્યા પછી પણ આપણી વીજ્ઞાનવૃત્તી ખીલવાનું નામ નથી લેતી. હીન્દુ પ્રજાની અંધશ્રદ્ધા શીક્ષણને ગાંઠતી નથી. અંધશ્રદ્ધા અને ચમત્કારના પ્રશ્ને ભણેલા અને અભણ વચ્ચે ઝાઝો તફાવત નથી. હજી આપણે સૌ '“માંદળીયા-યુગ'માં જીવીએ છીએ. સચીન તેન્ડુલકર સાંઈબાબા પાસે કૃપાની યાચના કરવા જાય છે. રૅંશનલીસ્ટ


45 of 147

એકબીજામાં ઓતપ્રોત એવાં યુગલો ભારતીય સમાજમાં તીર્થસ્વરુપ જણાય છે. તીર્થસ્થાનોનું હોવું એટલું જ સાબીત કરે છે કે અન્ય સામાન્ય સ્થાનો તીર્થસ્થાનો નથી. ગૃળહીણી અને ગણીકા વચ્ચે તફાવત શો ? ગૃહીણીનું દર્દ એ છે કે પોતે જેની સાથે સુવા માગે છે તેની સાથે સુઈ નથી શકતી. રીવાજ અને સંસ્કારનાં બંધનો એમાં નડે છે. ગણીકાનું દર્દ પણ સમજવા જેવું છે. ગણીકાનું દર્દ એ છે કે પોતે જેની સાથે સુવા નથી માગતી તેની સાથે એણે સુવું પડે છે. ભારતીય સમાજમાં આવાં સાર્વત્રીક છતાં પ્રચ્છન્ન દર્દનો કોઈ પાર નથી. આવો સમાજ


45 of 244