બાબતે ઉપદેશ આપવાનો કોઈ જ અધીકાર નથી. જેઓ પાછલી ઉંમરે પણ યુવાની જાળવી રાખવા માગે છે તેમણે ઉપદેશહીંસાથી બચવું રહ્યું. ઉપદેશ તો ઘડપણનું કૅન્સર છે.
યુવાની તો એક દીવ્ય અને ભવ્ય નશાનું નામ છે. એ નશાની એક ખુબી છે. એમાં અશક્ય કશું નથી હોતું. એનું અત્યંત પવીત્ર લક્ષણ છે : “રોમૅન્ટીક અધ્ધરતા'. એ અધ્ધરતા આધ્યાત્મીક કક્ષાની ઉંડી અનુભુતી છે. જીવનની એ વસંત વારે વારે નથી આવતી. એવી યુવાનીનું વાસંતી સુત્ર છે : “ઈવન સ્કાય ઈઝ નોટ ધ લીમીટ'.
પાઘડીનો વળ છેડે.
યુવાનીનાં પરાક્રમોની વાત જ જુદી છે. જાણીતા પર્યાવરણવાદી લોકસેવક બાબા આમટે જાગીરદારના દીકરા હતા અને વ્યાઘ્રચર્મથી મઢેલી સ્પોર્ટસ્કાર ચલાવતા હતા. ઈન્ફોસીસના પ્રણેતા એન.આર. નારાયણમુર્તી નોકરી માટે અઝીમ પ્રેમજીની વીપ્રો કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગયા ત્યારે તેમની પસંદગી થઈ નહોતી. જાણીતા શાસ્ત્રીય સંગીતજ્ઞ ભીમસેન જોશી જ્યારે યુવાન હતા ત્યારે
અખંડ દુર્ભાગ્યવતી પત્ની એમને વેઠતી રહે છે; કારણ કે પીયરમાં માબાપ એને સતત ધણીને નીભાવી લેવાની સલાહ આપતાં રહે છે. આવી મજબુર પત્નીના ગળામાં ઝગારા મારતું મંગળસુત્ર બેડી બનીને ગળામાં વળગેલું રહે છે. કોઈ કારણસર પતી ગુજરી જાય ત્યારે પત્ની ક્યારેક લોકનીંદાના ડરથી રડતી હોય છે. પતીના અવસાન પછી મંગળસુત્ર સાથે વળગેલી ચળકતી મજબુરી ખરી પડે છે અને સુખનો સુર્યોદય “ગંગાસ્વરુપ' સ્ત્રીને નવજીવન બક્ષે છે.
બધી વીધવાઓ દુખી નથી હોતી. બધી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખી નથી હોતી.